Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મહેસાણા-બનાસકાંઠામાં છાંબેલા ધાર વરસાદ, રાયડા સહિતના પાકો અને ખેડૂત પાણીમાં

મહેસાણા-બનાસકાંઠામાં છાંબેલા ધાર વરસાદ, રાયડા સહિતના પાકો અને ખેડૂત પાણીમાં

0
42

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે 18 અને 19 તારીખ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે. જોકે, 18 નવેમ્બરે રાત્રે નવ વાગ્યા પછી શરૂ થયેલો વરસાદ 19 તારીખના સવાર સાત વાગ્યા સુધીમાં છાંબેલા ધાર પડ્યો છે. આ વરસાદે ખેડૂતોને ધોઈ નાંખ્યા છે.

આ કમોસમી વરસાદમાં ગ્વાર, રાયડો, સરસવ, બટાટા સહિત મગફળી અને તેની ચાર પણ બગડી ગઈ છે. તો બીજી તરફ એરંડા સહિતની અન્ય ખેતી પર નકારાત્મક પ્રભાવ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. મહેસાણા જિલ્લામાં એક રાત્રી દરમિયાન ચાર-પાંચ ઈંચથી વધારે વરસાદ પડ્યાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

મહેસાણા સિવાય બનાસકાંઠમાં પણ ધોધમાર વરસાદની સમાચાર મળી રહ્યાં છે. તે ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓમાં પણ વરસાદ ખાબક્યો છે. તમામ વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ખેતીને સૌથી મોટું નુકશાન થયું છે.

આ નુકશાન આગામી દિવસોમાં મોંઘવારીના રૂપમાં સામે આવી શકે છે. રાયડા અને સરસવની ખેતી ફેલ થતાં તેલના ભાવ આકાશને આંબી શકે છે. તો ખેડૂતોની જીવન ધોરણ વધારે ખરાબ થઈ શકે છે. પશુપાલકોને પણ પશુઓ માટે મોંઘી ચાર ખરીદવાનો વારો આવી શકે છે. આમ આ કમોસમી વરસાદની નકારાત્મક અસર રાજ્યભરના લોકો ઉપર મોંઘવારીના રૂપમાં પડી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat