Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયમાં આગામી બે દિવસમાં અતિભારે વરસાદની આગાહી

રાજયમાં આગામી બે દિવસમાં અતિભારે વરસાદની આગાહી

0
4326

રાજયમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. જેમાં રાજયના ઘણા વિસ્તારોમાં આગામી 29 તારીખે સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન દૂર થઇ રહ્યું છે, ત્યારે રાજ્યના માટો ભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 29 અને 30 જૂનના ભારે વરસાદની અગાહી છે. જેમાં વલસાડ, નવસારી, ભાવનગર, દિવ, દાદરાનગર હવેલી, ખેડા, દાહોદ, પંચમહાલ, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, મહીસાગર અને આણંદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાપી સહિત અન્ય જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લામાં નોંધાયો હતો. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓ વરસાદ વગર કારોધાકોર રહ્યા હતા. બપોરે પડતી ગરમીને પગલે ઉકળાટ વધી રહ્યો છે જેના કારણે રાજ્યની પ્રજા પરેશાન છે. મેઘાવી માહોલ છતાં વાદળાઓ વરસતા નથી અને અમી છાંટણા કરીને અન્ય જિલ્લામાં વરસાદ વરસતો નથી તેના કારણે સતત ઉકળાટમાં વધારો થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે.

તાપી સહિત અન્ય જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી