Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જૂનાગઢ,રાજકોટ,વલસાડમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના

જૂનાગઢ,રાજકોટ,વલસાડમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના

0
39
  • હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર 65 જળાશય, એલર્ટ ૫ર 5 જળાશય તેમજ વોર્નીગ ૫ર 13 જળાશય

  • 20 એન.ડી.આર.એફ.ની ટીમ પૈકી 18 ડીપ્લોય કરવામાં આવી- બે અનામત રખાઇ

ગાંધીનગર: રાજયના 23 જિલ્લાઓના 85 તાલુકાઓમાં આજે પણ દિવસ દરમિયાન વરસાદ નોંધાયો હતો. જેમાં સૈાથી વધારે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 151 એમ.એમ. એટલે કે 6 ઇંચ વરસાદ નોંધાયેલો છે. રાજયમાં આજના દિવસ સુધી 581. 61 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 840 મી.મી.ની સરખામણીએ 69.24 % હોવાનું રાહત નિયામક અને નાયબ સચિવ, એસ.ઇ.ઓ.સી દ્વારા વેબીનારમાં જણાવ્યુ હતુ.

ગાંધીનગરથી વેધર વોચ ગ્રુપની યોજાયેલી ઓનલાઇન બેઠકમાં હવામાન વિભાગના અઘિકારીએ જણાવ્યું હતુ કે છે કે, રાજયમાં હવામાનની સ્થિતિ જોતાં હજુ 16મી સપ્ટેમ્બર સુધી જુનાગઢ, રાજકોટ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. તથા દેવભૂમિ દ્રારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. જયારે 17મીથી 18મી સપ્ટેમ્બર સુધી ઉતર ગુજરાતના જિલ્લાઓ પૈકી બનાસકાંઠા ,પાટણ, મહેસાણામાં તથા મોરબી ,જામનગર, દેવભૂમિ દ્રારકામાં અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે.

આગામી 16મીથી 18મી સપ્ટેમ્બર સુધી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. જયારે 18મી અને 19મી સપ્ટેમ્બર સુધી બનાસકાંઠા, પાટણ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRF ની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના અપાઈ જાય તેમ જણાવ્યું હતું.

કૃષિ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત 82.83 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.13મી સપ્ટેમ્બર સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 85.12 લાખ હેક્ટર વાવેતર થયેલું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 96.82 % વાવેતર થયેલ છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના અધિકારીએ જણાવ્યુ હતુ કે, સરદાર સરોવર જળાશયમાં હાલ 1,76,558 એમ.સી.એફ.ટી.પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 52.85 % છે.

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવાયુ છે કે, રાજયના 206 જળાશયોમાં 3,98,753 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 71.53 % છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ- 65 જળાશય, એલર્ટ ૫ર કુલ- 5 જળાશય તેમજ વોર્નીગ ૫ર- 13 જળાશય છે.

રાજયમા એન.ડી.આર.એફ.ની કુલ 15 ટીમમાંથી 13 ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીરસોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જુનાગઢ, 2-જામનગર, 1-બોટાદ, 1-મોરબી ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. અને 1-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે અને ભટીંડા પંજાબથી આવેલ 5 ટીમ પૈકી 1- રાજકોટ, 1-પોરબંદર, 1- દેવભૂમિ દ્રારકા, 2 -જામનગર ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે.

ઇસરો,એસ.ડી.આર.એફ.,ફોરેસ્ટ વિભાગ,આરોગ્ય વિભાગ, ફિશરીઝ વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, જી.એમ.બી., શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી.,ફાયર વિભાગ, કોસ્ટગાર્ડ, બાયસેગતથા માહીતી ખાતાના અઘિકારીઓ મીટીંગમાં હાજર રહેલ અને આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના અંગે IMD ની આગાહી ધ્યાને લઇ રાહત બચાવના પગલાં અંગે તમામ વિભાગોની તૈયારી અંગે ચર્ચા/સમીક્ષા કરવામાં આવી હતી.

રાહત કમિશનર અને અધિક સચિવશ્રી દ્વારા આગામી દિવસોમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવનાવાળા ઉ૫રોકત જિલ્લાઓ માં રાહત બચાવ અંગે કોઇ પણ પરિસ્થિતિને પહોંચી શકાય તે રીતે સંપૂર્ણ એલર્ટ રહેવા લાઇન વિભાગના હાજર અઘિકારીશ્રીઓને સૂચના આ૫વામાં આવી હતી તેમજ સૈારાષ્ટ્ર તેમજ અન્ય ઝોનમાં ડેમ ઓવરફલો થવાની વોર્નિગ સિંચાઇ વિભાગ ઘ્વારા એડવાન્સ મોકલવામાં આવે તથા સંબંઘિત જિલ્લામાં ૫ણ એલર્ટની વોર્નિગ મોકલવા સિંચાઇ વિભાગ ના હાજર અઘિકારીશ્રીને સૂચના આ૫વામાં આવી હતી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat