Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી

0
5360

રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 3 કલાકમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વર્સી શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ખેડા, ડાંગ, તાપી, દાહોદમાં 40 થી 60 કિ.મીની ઝડપે ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વર્સી શકે છે. ત્યારબાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે.

અમદાવાદમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ

ગાંધીનગર: ગુજરાતમાં જૂન મહિનામાં જ વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યું છે. રવિવારે મોડી રાત્રે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. આ સિવાય અમદાવાદમાં પણ મોડીરાત્રે ગાજવીજ સાથે દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

હવામાન વિભાગ દ્વારા આજે પણ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગરમાં 30 થી 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરમિયાન સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, કચ્છ, ડાંગ, તાપી, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ અને નર્મદામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરતમાં 24 કલાકમાં 9 ઈંચ વરસાદ, રસ્તાઓ નદીમાં ફેરવાયા