Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયના અનેક શહેરમાં 6થી 8 જુલાઈમાં ભારે વરસાદની આગાહી

રાજયના અનેક શહેરમાં 6થી 8 જુલાઈમાં ભારે વરસાદની આગાહી

0
1623

રાજયનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણનાં કેટલાંક મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. જો કે અમદાવાદ શહેરમાં થોડાક દિવસો પહેલા વરસાદના અમી છાંટા પડ્યા હતા જેથી વતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. પરતું છેલ્લા કેટલાક સમયથી ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. આગામી 5 જુલાઇએ છત્તીસગઢની આસપાસ સક્રિય થનારા મજબૂત લો-પ્રેશરની અસરોથી 6થી 8 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.

અમદાવાદ અને ભોપાલ હવામાન વિભાગના પૂર્વ ડાયરેક્ટર ડો.ડી.બી. દુબે જણાવે છે કે, અમદાવાદમાં વરસાદ માટે લોકોએ હજુ ચારથી પાંચ દિવસ રાહ જોવી પડશે. હાલમાં સમગ્ર દેશમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી અમદાવાદમાં વરસાદ પડતો ન હોવાથી ચોમાસું જામ્યું નથી. હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાં રહેલાં ભેજને લીધે વરસાદ પડી રહ્યો છે.

મુંબઇમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, ઘરોમાં પુરાઇ રહેવા સલાહ

હવામાન ખાતાએ મુંબઇ અને તેની આસપાસના કાંઠાનાવિસ્તારોમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સાથે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. ઓરેન્જ એલર્ટ એટલે સરકારી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખરાબ હવામાનથી સર્જાનાર પરિસ્થિતિની તૈયારી કરવી પડે.

મુંબઇ હવામાન ખાતાનાં સિનિયર ડિરેક્ટર શુભાંગી ભટ્ટે જણાવ્યું કે રત્નાગિરી જિલ્લામાં શુક્રવારે અતિ ભારે વરસાદ પડવા અને શનિવારે રાયગઢમાં પણ આવો જ વરસાદ પડવાનો અનુમાન છે. નોંધનીય છે તે રત્નાગિરી જિલ્લામાં ગત મહિને જ આવેલા ચક્રવાતી વાવાઝોડા નિસર્ગને કારણે ભારે નુકસાન થયું હતું. મુંબઇના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતા મુજબ 24 કલાકમાં 64.5 મિમીથી 115.5 મિમી વરસાદને ભારે અને 115.5 મિમીથી 204.5 મિમી વરસાદને અતિ ભારે વરસાદ માનવામાં આવે છે.

ગુજરાતી ફિલ્મના એસો.ડાયરેક્ટરે 3 વાર યુવતીનો ગર્ભ પડાવ્યાનો આક્ષેપ