Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, ધરતીપુત્રોમાં આનંદની લાગણી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, ધરતીપુત્રોમાં આનંદની લાગણી

0
119

ગુજરાતમાં લાબાં સમય બાદ મેઘરાજાની ફરી એકવાર એન્ટ્રી જોવા મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 112 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ, વાપી, લીલીયા, ભાવનગર, અમરેલી, ધારીમાં 5 ઇંચ સુધી વરસાદ થયો હતો.

રાજ્યમાં અત્યાર સુધી કુલ સીઝનનો 41.42 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રવિવારે સવાર 8.30 કલાક સુધીમાં ગુજરાતમાં સરેરાશ 6.54 એમ.એમ વરસાદ નોંધાયો હતો. જેમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં 5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, ધરમપુર તથા અમરેલીના લીલીયા, ધારી અને ભાવનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે રક્ષાબંધન પર ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મધ્ય ગુજરાતમાં મહીસાગર, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ તથા દીવ-દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આગામી 26 તારીખ સુધી રાજ્યભરમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat