Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 18 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા

દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 18 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા

0
80

ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. બે થી ત્રણ દિવસમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે. મુંબઈમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના હવામાનમાં અપરએર સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે. જેથી વરસાદની શરૂઆત રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી થઈ શકે છે.

આ અંગે હવામાન વિભાગની આગાહી આપતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 18 જૂન સુધી મધ્યમ વરસાદી માહોલ રહી શકે છે. જેમાં14 અને 15 જૂનએ સુરત, વલસાડ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, તાપી, ડાંગ નવસારી અને દાદરા નગર હવેલી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ 17 જૂન અને ત્યારબાદ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, ડાંગ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ત્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી અઠવાડિયાની શરુઆત માટે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી, એટલે કે તોફાની વરસાદ થવાની સંભાવના નહીવત છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી એટલે કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં અઠવાડિયાની શરુઆતમાં વરસાદ થવાની સંભાવના ઓછી વર્તાઈ રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat