Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ચોમાસુ-2019: પૂર્વ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ

ચોમાસુ-2019: પૂર્વ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ

0
691

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન પૂર્વ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં 24 કલાકમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 28 જિલ્લાઓના 70 તાલુકાઓમાં મેઘ મહેર યથાવત રહી છે. જ્યારે 16 તાલુકાઓમા એક ઈંચચી વધુ અને 54 તાલુકાઓમાં ઝરમર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળ્યા છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલ અહેવાલ પ્રમાણે, છેલ્લા 24 કલાક દરમિયાન 70 તાલુકાઓમાં 3 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં 2 ઈંચથી વધુ વરસાત વરસ્યો હોય તેવા 6 તાલુકાઓનો સમાવેશ થાય છે.

આ સિવાય હાલોલ, ચોટીલા, દાહોદ, સુરત, વઢવાણ, અમરેલી, ખેડા, ગારિયાધાર, ભચાઉ, સાયલા અને પારડીમાં મળીને કુલ 12 તાલુકાઓમાં અડધા ઈંચથી વધુ અને એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 25 તાલુકાઓમાં 6 મીમીથી ઓછો વરસાદ વરસ્યો હતો.