Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ગુજરાત: ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદ

ગુજરાત: ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદ

0
603

ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં “વાયુ” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે આજે ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલે વાયુ વાવાઝોડું આગામી 13 જૂનના રોજ ગુજરાતના કાંઠા વિસ્તારમાં ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને પગલે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

વાવાઝોડાને પગલે ઉભી થતી સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર પણ સક્રિય બની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અગમેચેતીના પગલા સ્વરૂપે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ ઉપરાંત સ્થાનિક સ્તરે પણ તંત્ર સાબદુ બન્યું છે. માછીમારોને દરિયોના ખેડવાના આદેશ આપવા ઉપરાંત તમામ બંદરો પર ભયજનક સિગ્નલો મુકવામાં આવ્યા છે. બીજી તરફ NDRFનો કાફલો પણ ખડે પગે રાખવામાં આવ્યો છે. આ “વાયુ” વાવાઝોડાની અગમચેતીના રૂપે સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારમાં આવતી સ્કૂલોને આગામી બે દિવસ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ દરમિયાન ડાંગના વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. જેના કારણે ગરમીની ત્રસ્ત લોકોને વરસાદથી આંશિક રાહત મળી છે.

આ પણ વાંચો: ગુજરાત તરફ આગળ વધ્યુ વાવાઝોડુ ‘વાયુ’, 12-13 જૂને શાળાઓ બંધ