Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

0
98

અંબાલાલ પટેલે વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે, રાજયમાં આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશના ભાગ, ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગો અને રાજસ્થાનના ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 12થી 15 ઓક્ટોબરમાં પણ વાદળવાયું રહેવાની શક્યતા છે. અને 20થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે.

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 81 ટકા વરસાદ પડ્યો છે. મહત્ત્વની વાત એ છે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પણ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ 19 ટકા રહી છે. જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે.

રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ત્યારે કોરા ધાકોર રહેલા અમદાવાદમાં જબરદસ્ત વરસાદ શરૂ થયો હતો. ચોમાસાની વર્તમાન સીઝન દરમિયાન અમદાવાદમાં 25 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હજુ વરસાદની 40 ટકા જેટલી ઘટ છે. જોકે, રાહતની વાત એ છે કે, અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. વાસણા બેરેજનું હાલનું લેવલ 129.75 ફૂટ પર છે. વાસણા બેરેજના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં 1 જૂનથી અત્યાર સુધીમાં કુલ 655.7 મિમી વરસાદની સામે 375.4 મિમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 40 ટકા ઓછો વરસાદ પડ્યો છે. બીજી તરફ, 1 જૂનથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં 658.1 મિમીની સામે 534.6 મિમી વરસાદ પડતાં રાજ્યમાં અત્યાર સુધીમાં 81 ટકા વરસાદ થયો છે, જ્યારે 19 ટકા વરસાદની ઘટ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat