Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વાવાઝોડાની આગાહી: હવામાન વિભાગ

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વાવાઝોડાની આગાહી: હવામાન વિભાગ

0
124

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વાવાઝોડું ફુંકાવાની શક્યતા છે. આ આગાહીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે અને તેની સાથે અમદાવાદ,ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો જોવા મળશે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાજોડાની આશંકા સેવવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે 32થી 40 પ્રતિ કલાક કિલોમીટરથી પવન ફૂંકાશે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગરમીથી રાહત મળશે.

જો કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે અને ભારે પવન પણ ફુંકાયા હતા. હજુ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાં પણ સતત પાંચ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat