ભારતમાં પ્રતિદિવસ હાર્ટ-એટેકના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ભારતમાં આવા જ બે કિસ્સા નોંધાયા છે, જેમાં એક યુવક અને એક યુવતીનું મોત નિપજ્યું છે. ઉલ્લેખનિય છે કે, વિશ્વમાં સૌથી નબળા દિલ ભારતીયોના બની રહ્યાં હોવાના રિપોર્ટ પણ આપણી સામે આવી ચૂક્યા છે. તેવામાં ભારતીયોને પોતાના સ્વાસ્થ્યને લઇને વધારે સાવચેતી રાખવી પડશે. તેમાંય ખાસ કરીને ભારતીયોને પોતાના દિલની સંભાળ ખુબ જ સારી રીતે કરવી પડશે.
મધ્ય પ્રદેશમાં એક યુવક અને મધ્ય પ્રદેશમાં એક યુવતીનું ખાસ સ્થિતિમાં મોત થઇ ગયું છે. યુવતીનું મોત પોતાના લગ્નની ચૌરીમાં થયું તો દર્શન કરવા ગયેલા યુવકનું મોત ભગવાનના ચરણોમાં જ થઇ ગયું.
યુવતીના મોતથી પરિવાર ગમગીન
ઉત્તરપ્રદેશના લખનઉમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. લગ્ન કરી રહેલી શિવાંગી નામની દુલ્હનનું અચાનક મોત થઈ ગયું હતું. દુલ્હાએ તેને વરમાળા પહેરાવી હતી, આ પછી અચાનક તેને ચક્કર આવતાં તે સ્ટેજ પરથી પડી ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. તેને નજીકના હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવી હતી, જોકે ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. ડોક્ટર્સે શિવાંગીનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું જણાવ્યું હતું.
શુક્રવારે રાત્રે લખનઉના ભદવાનાના રહેવાસી રાજપાલની પુત્રી શિવાંગીનાં લગ્ન હતાં. છોકરીનાં પરિવારજનો વરઘોડો આવવાની રાહ જોતાં હતાં. મોડી રાત્રે આ છોકારાનો વરઘોડો આવ્યો હતો. બધી જ વિધિ પૂરી થયા પછી વરમાળાની વિધિ થાય છે. જેમાં આ વિધિ પૂરી થતાં જ શિવાંગી નામની દુલ્હન સ્ટેજ પરથી ચક્કર આવતાં પડી જાય છે.
પ્રતિમા સામે ઝૂક્યો અને પછી ઉભો થયો જ નહીં યુવક
મધ્યપ્રદેશના કટનીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં મંદિરમાં જ એક યુવકનું મોત થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટએટેક હોવાનું કહેવાય છે. યુવક સાંઈબાબાના મંદિરે દર્શન કરવા આવ્યો હતો. જ્યારે તે મંદિરમાં સાંઈબાબાની પ્રતિમા સામે માથું નમાવવા માટે નીચે ઝૂક્યો ત્યારે તે ફરી ઊઠી શક્યો નહીં. તે લાંબો સમય એ મુદ્રામાં બેસી રહ્યો. ત્યાં તેનું મૃત્યુ થયું હતું.
આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેનો વીડિયો શનિવારે સામે આવ્યો હતો. સાંઈબાબાનું આ મંદિર કુથલા પોલીસ સ્ટેશન વિસ્તારના પહારુઆ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટમાં છે. મૃતકનું નામ રાકેશ મેહાની (42) છે, જે સંત નગરમાં રહેતો હતો. તે યુવક ગુરુવારે સાંજે સાંઈ મંદિરમાં દર્શન કરવા ગયો હતો.