Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ભરૂચમાં હૃદયદ્રાવક ઘટના: માતાના મૃતદેહને પુત્ર પૈડાવાળી ગાડી થકી ઘસેડીને પહોંચ્યો શ્મશાન

ભરૂચમાં હૃદયદ્રાવક ઘટના: માતાના મૃતદેહને પુત્ર પૈડાવાળી ગાડી થકી ઘસેડીને પહોંચ્યો શ્મશાન

0
1

ભરૂચમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેને જોઈને ગમે તેવા વ્યક્તિના રૂવાટા ઉભા થઈ શકે છે. અહીં એક મૂકબધિર યુવાને પોતાની માતાના અંતિમ સંસ્કાર કરવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. કેમ કે તે બોલી ના શકવાના કારણે કોઈની પણ પાસે મદદ માંગી શક્યો નહતો.

તેથી મૂકબધિર યુવાને માતાના મૃતદેહને નાના પેડાવાળી ગાડી થકી સ્મશાનમાં લઈ જવાની કોશિશ કરી હતી. યુવાનની લાચારી જોઈને કેટલાક લોકો તેની મદદે આવ્યા અને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં અને અંતિમ સંસ્કાર કરવામાં તેની મદદ કરી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરના મૂકબધિર શ્રમજીવીએ એકલા હાથે જ માતાની અંતિમ યાત્રા કિલોમીટરો સુધી લઇ ગયો હતો. મૂકબધિર દીકરાએ પોતાની માતાના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને જાહેર માર્ગ ઉપર એક દોરડાના સહારે પાટિયાની નાનકડી ગાડી ઉપર જાહેર માર્ગ ઉપરથી ખેંચીને લઇ ગયો હતો. આ જોઇને સ્મશાનમાં રહેલા લોકો પણ ભાવુક બની ગયા હતા.

જયાં કોવિડ સ્મશાનના સંચાલકે તાત્કાલિક મૂકબધિર પુત્રની મદદ કરી હતી. લારી અને મૃતદેહને કોવિડ સ્મશાન ખાતે લઈ જઈ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે હિન્દુ રિવાજ મુજબ સામગ્રી મંગાવી મૂંગા પુત્રના હાથે માતાની અગ્નિસંસ્કાર વિધિ કરાવી હતી. જોકે, અંતિમસંસ્કાર બાદ પુત્ર પોક મુકીને રળી પડ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat