Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > દર ત્રીજી વ્યક્તિના મોતનું મુખ્ય કારણ Heart disease હશેઃ નિવૃત નાયબ કમિશનર

દર ત્રીજી વ્યક્તિના મોતનું મુખ્ય કારણ Heart disease હશેઃ નિવૃત નાયબ કમિશનર

0
171
  • World Heart Dayની મંગળવારે કરાશે ઉજવણી
  • ભારતમાં આશરે 26 % મૃત્યુનું કારણ હ્દય રોગ છે

અમદાવાદઃ હૃદયરોગ (Heart disease) પ્રત્યે જાગ્રતી ફેલાવવા તથા હૃદય સંબંધી સમસ્યાઓથી બચવા માટે મંગળવારે 29મી સપ્ટેમ્બરના રોજ World Heart Day તરીકે ઉજવાશે. સમગ્ર દુનિયામાં હ્દયરોગથી એક કરોડથી વધુ લોકોના મૃત્યુ થાય છે. તેમાંથી 50 લાખ લોકો હોસ્પિટલ પહોચ્યાં પહેલાં જ મૃત્યુ પામે છે. આથી હ્દયરોગ મૃત્યુ સાથે જોડાયેલું એક મુખ્ય કારણ બની ગયું છે.

જો સમયસર હ્દય સાથે જોડાયેલી સમસ્યાઓ પર કાબૂ મેળવવામાં નહીં આવે તો ભવિષ્યમાં દર ત્રીજા માણસના મૃત્યુનું મુખ્ય કારણ હ્દયરોગ (Heart disease) જ હશે. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના નિવુત નાયબ કમિશનર અનિલ કક્કડે જણાવ્યું છે.

આ પણ વાંચોઃ વિશ્વના આ દેશમાં સરકારનો ક્વૉરન્ટાઇન પ્રોગ્રામ જ બન્યો ‘ભયાનક આફત’, 700થી વધુનાં મોત

 અનિલ કક્કડે વધુમાં કહયું કે,

“હ્દય સ્નાયુબંધ અંગ છે. જે આપણા રુધિરાભિષણ તંત્રના કેન્દ્રમાં હોય છે.તેમાં કોશિકાઓ, શિરાઓ અને ધમનીઓનું એક નેટવર્ક હોય છે. આપણા શરીરના બધા જ રોગોમાં રક્તવાહિનીઓ લોહી પુરું પાડે છે. આથી તે આપણા શરીરનો સૌથી અગત્યનો ભાગ છે. હુદયરોગ (Heart disease) જે હ્દય અને રક્ત વાહિનીઓને અસર કરતો વિકુતિઓનું જૂથ છે. જે ફેફસાં, મગજ, કિડની અને શરીરના અન્ય ભાગોમાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે.”

જીવનશૈલી સહિત અનેક પરિબળો Heart disease માટે કારણભૂત

તેમણે કહ્યું કે, હ્દયરોગો માટે સૌથી જવાબદાર છે આપણી અનિયમિતતા અને અવ્યવસ્થિત દિનચર્યા, ખોટો આહાર વિહાર, પર્યાવરણ, પ્રદૂષણ, લાંબા સમય સુધી બેઠાં રહેવું, અતિશય આલ્કોહોલ કે વ્યસ્તતા અને દોડધામવાળી જીવન શૈલી, અનેકવિધ તણાવ, વ્યાયામનો અભાવ જેવી અનેક સમસ્યાઓથી માનવી ઘેરાયેલો છે. આવી પરિસ્થિતિ માનવીના હ્દય માટે જોખમ નોતરે છે. જેનાથી સમસ્યા ઝડપથી વધી રહી છે.

અધિકાંશ કિસ્સાઓમાં હ્દયરોગનું પ્રમુખ કારણ તણાવ અને મધુમેહ ( ડાયાબીટીસ ), ઉચ્ચ રક્તચાપ ( હાઇ બ્લડ પ્રેશર ) જેવી સમસ્યાઓ છે. નાની ઉંમરથી લઇને વુધ્ધો સુધીમાં હ્દય સાથે જોડાયેલી સમસ્યાઓ હોવી એ તો જાણે સાવ સામાન્ વાત થઇ ગઇ છે.

2.5 મિલિયન લોકો દર વર્ષે Heart diseaseના કારણે મૃત્યુ પામે છે

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યાનુસાર 2.5 મિલિયન લોકો દર વર્ષે આ રોગોના કારણે મૃત્યુ પામે છે. તેમ જ તેવો પણ અંદેશો છે કે વર્ષ 2030 સુધીમાં તે 23 બિલિયનનો આંક વટાવી જશે. ભારતમાં કુલ મૃત્યુ લગભગ 26 ટકા બિન સંચારી રોગો ( Non Communicable Diseases ) હ્દય રોગોના કારણે મૃત્યુ થાય છે.

તેમણે છેલ્લે અપીલ કરી છે કે, આજે સંકલ્પ કરીએ કે ધુમ્રપાન નહીં કરીએ, સ્વસ્થ અને આરોગ્યપ્રદ આહાર લઇશું અને હ્દયને તેના કાર્યમાં મદદરૂપ બનવા અગમચેતીના માર્ગને અનુસરી સ્વસ્થ હ્દય અને સ્વસ્થ જીવનના સૂત્રને સાકાર કરીશું.

આ પણ વાંચોઃ નિષ્ણાંતની ગંભીર ચેતવણી : કોરોનાની માત્ર બીજી નહીં, ત્રીજી લહેર પણ આવશે

શું કાળજી રાખવી ?

  • – રોજ અન્ય કાર્યોની જેમ જ વ્યાયામ માટે ખાસ સમય ફાળવો
  • – સવારે અને સાંજે પગપાળા ચાલો
  • – ભોજનમાં મીઠું અને ચરબીની માત્રા ઓછી કરો, વધુ માત્રામાં તે હાનિકારક છે.
  • – તાજા ફળ અને શાકભાજીઓને આહારમાં સમાવિષ્ટ કરો.
  • – તણાવમુક્ત જિંદગી જીવો, તણાવ વધુ હોય તો યોગ અને ધ્યાન દ્રારા તેને નિયંત્રિત કરો
  • – ધુમ્રપાન બિલકુલ બંધ કરી દો તે હ્દયની સાથે અનેક બિમારીઓ લાવે છે.
  • – સ્વસ્થ શરીર અને હ્દય માટે ભરપુર ઊંઘ લો.
  •