Gujarat Exclusive > રાજનીતિ > 370 પર દિગ્વિજયનું નિવેદન સાંભળી રવિશંકરે કહ્યું- શું આ પાર્ટી લાઇન છે?

370 પર દિગ્વિજયનું નિવેદન સાંભળી રવિશંકરે કહ્યું- શું આ પાર્ટી લાઇન છે?

0
754

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને કહ્યું તે સમજી વિચારીને પગલા ભરે નહી તો કાશ્મીર અમારા હાથમાંથી જતુ રહેશે.આ સાથે દિગ્વિજય સિંહે કહ્યું કે,’સરકારે કલમ 370ને હટાવીને પોતાના હાથ આગમાં સળગાવી નાખ્યા છે.’ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે દિગ્વિજયના આ નિવેદન પર પલટવાર કર્યો છે અને કહ્યું છે, ‘ જો તે (દિગ્વિજય)પોતાનો ચહેરો પાકિસ્તાનમાં જોવા માંગે છે તો અમારે કાંઇ પણ કહેવુ નથી.’ તે (દિગ્વિજય) જેટલુ વધુ બોલે છે, બીજેપીનો વોટ શેર એટલો વધુ વધે છે અને કોંગ્રેસનું ઘટે છે. હું સોનીયાજીને પૂછવા માંગુ છું, શું આ દિગ્વિજય સિંહ જ બોલી રહ્યાં છે અથવા પછી આ પાર્ટી લાઇન પણ છે.

દિગ્વિજયનો શિવરાજ પર પલટવાર

આર્ટિકલ 370ના મુદ્દા પર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા શિવરાજ સિંહે કહ્યું હતું ”પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ એક આરોપી હતા, તેમણે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 લાગુ કરવા અને પાકિસ્તાનની સાથે યુદ્ધમાં સીજફાયરનું એલાન કરવાનો ગુનો કર્યો હતો.’દિગ્વિજયે શિવરાજના નિવેદન પર કહ્યું, ‘નેહરૂજીના પગની ધૂળ પણ નથી શિવરાજ, શરમ આવવી જોઇએ.’

આર્ટિકલ 370: ચિદમ્બરમ અને ભાજપ નેતાઓનો વાર-પલટવાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે આર્ટિકલ 370 પર કેન્દ્રના નિર્ણયની ટિકા કરતા કહ્યું, જો જમ્મુ-કાશ્મીર હિન્દૂ વસ્તી ધરાવતો રાજ્ય હોત તો ભાજપ તેનો વિશેષ દરજ્જો ના છીનવતી. કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રવિશંકર પ્રસાદે ચિદમ્બરમના નિવેદનને ભડકાઉ અને જવાબદારી વગરનું ગણાવ્યુ છે. બીજી તરફ શિવરાજ સિંહ ચૌહાણે ચિદમ્બરમના નિવેદન પર કહ્યું, ” કોંગ્રેસની આ સાંકડી માનસિકતા છે કે તે આ મુદ્દાને હિન્દુ-મુસ્લિમ દ્રષ્ટિકોણથી જુએ છે.”

તૃણમૂલ કોંગ્રેસના નેતા દુર્ગા પૂજા સમિતી દ્વારા પોતાના બ્લેક મનીને સફેદ કરી રહી છે: ભાજપ