Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > Disinfect Home: પરિવારમાં કોઈને કોરોના થયા બાદ ઘરને ડિસઈન્ફેક્ટ કેમ કરશો?

Disinfect Home: પરિવારમાં કોઈને કોરોના થયા બાદ ઘરને ડિસઈન્ફેક્ટ કેમ કરશો?

0
235

(Disinfect Home)નવી દિલ્હી: કોરોના વાઈરસ (Corona Virus)ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેનાથી બચવા માટેના જેટલા ઉપાયો શોધવામાં આવી રહ્યાં (Health Tips) છે, તે ઓછા પડી રહ્યાં છે. ઘરમાં જો કોઈ વ્યક્તિને કોરોના થઈ જાય, તો સમગ્ર પરિવાર માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, આ વાઈરસથી થતો રોગ ચેપી છે. પરિવારનો એક સભ્ય બીમાર પડી જાય, તો તરત જ અન્ય સભ્યોમાં પણ તેના લક્ષણો જોવા મળે છે. આવું એટલા માટે થતું હોય છે કે, બીમાર વ્યક્તિ છીંક કે ઉધરસ સાથે વાઈસરના કિટાણું છોડે છે. જે અનેક કલાકો સુધી હવામાં તરતા રહે છે. આથી જ્યારે કોઈ તંદુરસ્ત વ્યક્તિ તેના સંપર્કમાં આવે, તો તે પણ બીમાર પડવા લાગે છે.

આ પણ વાંચો: નોટબંધી નિષ્ફળ! નકલી નોટોનો કારોબાર હજુ પણ યથાવત

જો ઘરનો કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત (Corona Positive) થઈ જાય, તો પરિવારના અન્ય સભ્યોએ તેનાથી સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જાળવવું જરૂરી બની જાય છે. બીમાર વ્યક્તિ ઘરમાં છે, તો તે રૂમથી બાળકો અને વૃદ્ધોને દૂર રાખવા જોઈએ. ઘરને સૌ પ્રથમ કિટાણુંરહિત એટલે કે ડિસઈન્ફેક્ટ કરો. જેથી પરિવારના અન્ય સભ્યો આ વાઈરસના સંપર્કમાં આવતા બચે. તો ચાલો અમે તમને જણાવીએ છીએ કે, કુટુંબમાં કોઈ બીમાર થયા બાદ તમે તમારા ઘરને કેવી રીતે કીટાણુરહિત (Disinfect Home)કરી શકો છો.

બીમાર વ્યક્તિને અલગ કરી દો
વાઈરસ સંક્રમિત બીમાર વ્યક્તિના ખાંસી ખાવાથી, છીંકવાથી અને વાતચીત કરવાથી ફેલાય છે. આથી બીમાર વ્યક્તિની આસપાસ કિટાણું ફેલાઈને તમને પણ બીમારી કરી શકે છે. આથી આ વાઈરસને ફેલાતો અટકાવવા માટે બીમાર વ્યક્તિ અલગ રૂમમાં રહે તેજ સારુ રહેશે. જેથી ઘરના અન્ય ભાગોમાં કિટાણુંઓ ઓછા ફેલાશે. આમ તમારે ઓછા ભાગની સાફ-સાફાઈ કરવી પડશે.

વારંવાર સંપર્કમાં આવતી વસ્તુઓને કિટાણુરહિત કરો
ઘરમાં સામાન્ય રીતે વારંવાર સ્પર્શવી પડતી વસ્તુઓ જેમ કે કાઉન્ટર, ડૉર અને રેફ્રિઝરેટરના હેન્ડર, રિમોટ કંટ્રોલ, સ્વીચ બોર્ડ અને ખાસ કરીને સેલફોનને કિટાણું રહિત કરવા જોઈએ. જો કે આ વસ્તુઓને કિટાણુંરહિત કરવા તમારી રોજિંદી દિનચર્યાનું ભાગ હોવો જ જોઈએ, પરંતુ જ્યારે કોઈ બીમાર થઈ જાય તો આ કામ ઘણું જ અગત્યનું થઈ જાય છે.

આ વસ્તુઓને સાફ કરવા માટે સ્પંજની જગ્યાએ ડિસ્પોઝેબલ પેપરનો ઉપયોગ કરવો સૌથી સારૂં રહેશે. સ્પંજ કે કપડાનો ઉપયોગ કરવાથી કીટાણુંઓ અન્ય સ્થળોએ ફેલાવવાની સંભાવના વધી જાય છે.

બેડની જાળવણી
જ્યારે આપણે બીમાર પડીએ છીએ, ત્યારે આપણો મોટાભાગનો સમય આરામ કરવામાં વીતાવીએ છીએ. શરદી અને તાવ આવવા પર આપણે મોટા ભાગે પથારીમાં જ પડ્યા રહીએ છીએ. એવામાં બેડ શીટ અને અન્ય કપડાઓમાં કિટાણું કે બેક્ટેરિયા હોઈ શકે છે.

આથી જરૂરી થઈ જાય છે કે, તેનો ઉપયોગ કર્યા બાદ બેડની ચાદર, તકિયા અને ઓશિકાના કવરને બરાબર વૉશ કરવા. જો રૂમમાં કોઈ રમકડા હોય, તો તેને પણ વૉશ કરવા જોઈએ.

ડ્રૉઈંગ રૂમ
થઈ શકે તો, લિવિંગ રૂમના ફર્નિચરને વૉશેબલ કપડાથી કવર કરો. રૂમમાં શક્ય હોય તો વ્યક્તિને અલગ-અલગ ખુરશી પર બેસાડો. ટેબલ-ખુરશી અને રિમોટને વારંવાર ડિસઈન્ફેક્ટ કરો.

બાથરૂમ
બાથરૂમ કિટાણુઓનું ઘર છે. આથી તેને કિટનાશકથી નિયમિત સાફ કરવું જોઈએ. જો તમે બીમાર વ્યક્તિ સાથે બાથરૂમ શેર કરી રહ્યાં છો, તો તેને નિયમિત સાફ કરો.

બાથરૂમનો નળ, ડૉલ હેન્ડલ અને ફ્લશ બટનને પણ સાફ કરો. સિંક અને ફર્સ પર પણ ચોખ્ખાઈ રાખો. આ સિવાય બીમાર વ્યક્તિના હાથના ટુવાલને શેર ના કરો, કારણ કે તેનાથી સંક્રમણનું જોખમ વધી શકે છે.

કિચન:
બીમાર વ્યક્તિને રસોડામાં બીજા માટે રસોઈ બનાવતા અટકાવો. કિચનમાં બીમાર શખ્સના વાસણો પણ ધોઈને અલગ રાખવા જોઈએ.

બીમાર શખ્સના કપડા
બીમાર વ્યક્તિનો ટુવાલ, પથારી અને કપડાને અલગથી સાફ કરો. તેને વૉશિંગ મશીનમાં નાંખો અને પછી પોતાના હાથો વડે સાફ કરો.