અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોનાનાં વધતા જતા કેસોની સંખ્યામાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાત અગ્રેસર છે. ત્યારે એવામાં કેન્દ્રની આરોગ્ય ટીમ ત્રણ દિવસ આ ત્રણેય રાજ્યોની મુલાકાતે છે. ત્યારે શુક્રવારનાં રોજ કેન્દ્રની આરોગ્ય ટીમ આજે ગુજરાતની મુલાકાતે આવી છે. તેઓએ કોર્પોરેશનનાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગેની સમીક્ષા બેઠક યોજી.
મહત્વનું છે આ બેઠકમાં તેઓ કોર્પોરેશનનાં અધિકારીઓનાં જવાબથી અસંતુષ્ટ હોવાની જાણવા મળ્યું છે. કોર્પોરેશનનાં 3 અધિકારીઓએ અલગ-અલગ જવાબ આપતા આરોગ્ય સંયુક્ત સચિવ લવ અગ્રવાલ નારાજ થયા હતાં. તેઓએ યોગ્ય જવાબ ન મળતા કોર્પોરેશનનાં અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં મેડિકલ કારણ સિવાય પોલીસ કર્મચારીઓની રજા નામંજૂર કરવાનો આદેશ
કેન્દ્રની આરોગ્ય ટીમે કન્ટેઇનમેન્ટ ઝોન એવા માનસી સર્કલ પાસે આવેલા સેટેલાઈટ ટાવરની મુલાકાત કરી હતી. અહીં કોર્પોરેશન દ્વારા ટીમ આગળ સારી છાપ છોડવા માટે સ્ટીકર મારવામાં આવ્યાં હતાં. અહીં કોર્પોરેશનનાં અધિકારીઓને સવાલો પૂછવામાં આવતા કન્ટેઇનમેન્ટ ઝોન અંગે તેઓ દ્વારા અલગ-અલગ જવાબ આપવામાં આવતા લવ અગ્રવાલ તેઓની પર નારાજ થયા હતાં અને જણાવ્યું હતું કે, “કોઇ એક વ્યક્તિ સરખો જવાબ આપો પણ મારો સમય ન બગાડો. તેમણે ધનવંતરી રથમાં પણ કોરોના ટેસ્ટ અંગે પૂછતાછ કરી હતી.”
A Central Team led by Lav Agarwal, Jt Secretary, Ministry of Health will visit Gujarat, Maharashtra and Telangana on 26th-29th June. The team will interact with the State officials and coordinate with them to strengthen ongoing efforts for management of COVID-19: Health Ministry pic.twitter.com/USbPxWDDao
— ANI (@ANI) June 25, 2020
શહેરનાં ગોતા, ઘાટલોડિયા અને વસ્ત્રાપુરની મુલાકાત લીધી
દેશ અનલોક-1 લાગુ કરવામાં આવ્યા બાદ કોરોનાનાં કેસોમાં સતત વધારો થતા દેશમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, દિલ્હી અને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ પડતી વકરેલી જોવા મળી રહી છે. જેને લીધે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્યોની મુલાકાતે જઇ રહી છે. જેનાં ભાગરૂપે કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમનાં જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની આગેવાની હેઠળ ટીમ આજે અમદાવાદ આવી પહોંચી છે.
તેઓએ શહેરનાં ગોતાનાં વસંતનગરની મુલાકાત લીધી હતી. વસંતનગરમાં કોરોનાની સ્થિતિ અને ધનવંતરી રથની સમીક્ષા કરી. કેન્દ્રની ટીમ સાથે આરોગ્ય કમિશનર જે.પી શિવહરે પણ હાજર હતાં. શહેરમાં કોરોનાની પરિસ્થિતિને લઇ શું હાલાત છે તે અંગેની સમીક્ષા કરવા ગુજરાત આવેલી ટીમે અમદાવાદનાં ગોતા, ઘાટલોડિયા અને વસ્ત્રાપુર એટલે કે સેટેલાઇટ વિસ્તારમાં નિરીક્ષણ કર્યું હતું.
કોરોનાની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો
જો કે તમને જણાવી દઇએ કે સ્વાસ્થ્ય વિભાગનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ AMC કમિશ્નર, અમદાવાદનાં કલેકટર, હોસ્પિટલનાં ડૉકટરો અને આરોગ્યનાં અઘિકારીઓ સહિત કેટલાંક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં તેઓએ ગુજરાતમાં કોરોનાનાં કેસો અંગેની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ બેઠક બાદ કન્ટેઇનમેન્ટ ઝોન, કઠવાડા તથા ધનવંતરી રથની મુલાકાત લેશે. જો કે શહેરની હોસ્પિટલોની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. અંતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજી શકે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ કોવિડ-19 પર કાબુ માટે સુરત આરોગ્ય વિભાગ હરકતમાં, ‘કોરોના કેર એટ હોમ’ સેવા શરૂ
કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.