આજે દેશનું વર્ષ 2023નું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM નિર્મલા સીતારમણ) મોદી સરકારનું છેલ્લું અને સંપૂર્ણ બજેટ 2.0 રજૂ કર્યું છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એટલા માટે આ બજેટ દેશ માટે ખૂબ જ ખાસ છે. બજેટમાં દેશના આરોગ્ય વિભાગમાં અનેક નવા કાર્યો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Advertisement
Advertisement
મેડિકલ કોલેજ લેબ વ્યવસ્થા
નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023માં સ્પષ્ટ કર્યું હતું કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઘણા સુધારાની જરૂર છે. તેથી જ નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે. આ સાથે મેડિકલ કોલેજમાં વધુને વધુ લેબની વ્યવસ્થા કરવામાં આવશે. તે ઉપરાંત સ્વાસ્થ્ય પ્રણાલીને સુધારવા માટે નવા મશીનો લાવવામાં આવશે જેથી ભારતમાં સૌથી મોટી બીમારીની સફળતાપૂર્વક સારવાર કરી શકાય.
2047 સુધીમાં એનિમિયાથી મળી જશે છૂટકારો
વર્ષ 2023 ના બજેટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વર્ષ 2027 સુધીમાં એનિમિયાના રોગને જડમૂળથી નાબૂદ કરી દેવામાં આવશે. કારણ કે દર વર્ષે લોહીના અભાવે અનેક લોકોના મોત થાય છે.
સ્વચ્છ પાણી, ખોરાક પર ભાર
આ બજેટ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વ્યક્તિ માટે સ્વચ્છ પાણી અને ખોરાક ખૂબ જ જરૂરી છે. તેથી જ બજેટમાં તેને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
ગટર સાફ કરવા માટે 100 ટકા મશીનો પાસે કામ કરાવવામાં આવશે
બજેટમાં સૌથી રસપ્રદ વાત એ હતી કે મોદી સરકારે મેનહોલ્સને લઈને મોટો નિર્ણય લીધો છે. બજેટ વર્ષ 2023માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે માણસોને ગટર સાફ કરવા માટે તેમાં પ્રવેશ કરવો પડશે નહીં.
2047 સુધીમાં બાળકોમાં એનિમિયા દૂર કરશે
બાળકોમાં એનિમિયા અને લોહીના ઉણપથી થતી બિમારીઓને લઈને અનેક પ્રોગામ બનાવવામાં આવ્યા છે. આ સાથે વર્ષ 2047 સુધીમાં એનિમિયાથી છૂટકારો મેળવવાનું વચન લેવામાં આવ્યો છે.
બજેટ 2022-23: આરોગ્ય ક્ષેત્ર
વર્ષ 2022માં રજૂ કરાયેલા બજેટમાં સરકારે આરોગ્ય ક્ષેત્ર માટે કુલ 86 હજાર 200 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. આ બજેટ વર્ષ 2021 ના બજેટ કરતા 16.5% વધુ હતું. વર્ષ 2021-22ના બજેટમાં સરકારે આરોગ્ય ક્ષેત્ર માટે 73 હજાર 932 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.
તેમાંથી 10,000 કરોડ રૂપિયા પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના માટે અને 978 કરોડ રૂપિયા હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન માટે જાહેર કરવામાં આવ્યા હતા. નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ બજેટ 2022માં શરૂ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત 23 ટેલિ-મેન્ટલ હેલ્થ સેન્ટર બનાવવાની વાત થઈ હતી.
Advertisement