Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું હોવાનું તંત્રેએ સ્વીકાર્યું, તપાસનો ધમધમાટ

હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું હોવાનું તંત્રેએ સ્વીકાર્યું, તપાસનો ધમધમાટ

0
10

ગુજરાતમાં રવિવારના રોજ યોજાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીંક કાંડમાં દિવસે દિવસે નવા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને તેમાં તમામ ખુલાસાઓ કર્યા હતા. અસિત વોરાએ જણાવ્યું છે કે, હજી પણ પેપર લીક થયાના કોઈ પણ પ્રકારના પુરાવા અમારી પાસે આવ્યા નથી. જો કે, તંત્ર દ્વારા છેલ્લે પેપરલીક થયું હોવાનું સ્વીકાર્યું છે.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે, સરકારે પેપર લીકની ઘટનાને ગંભીરતાથી લીધી છે. અને આ પ્રકરણમાં જે પણ સંડોવાયેલા હશે તેમની સામે સરકાર માત્ર પોલીસ ફરિયાદ પુરતી કામગીરી નહિ કરે. પરંતુ દોષિતોને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી કાર્યવાહી કરશે. સરકાર પેપર લીક કેસમાં કોઈને નહિ છોડે. રાજ્ય સરકાર કોઈના કહેવાથી કે કરવાથી કોઈને દૂર નહિ કરે. સરકાર ક્યારેય પણ આવા લોકોને છાવરતાથી નથી અને રાજ્ય સરકાર પારદર્શક રીતે જ પરીક્ષાઓ લે છે. આસિત વોરા પ્રમાણિક રીતે કામ કરે છે. કોંગ્રેસની સરકારમાં પરીક્ષા કેટલી પ્રમાણિકતાથી લેવાતી હતી તે લોકોને ખબર છે.

યુવરાજસિંહે જણાવ્યું હતું કે, પેપરલીકમાં સંકળાયેલો વ્યક્તિ હમીરગઢનો છે. અમે પેપરલીકના પુરાવા પરમાર સાહેબને વોટ્સએપ કર્યા છે. સરકારે સામે ચાલીને ફરિયાદી બનવું જોઈએ. અમે રજૂ કરેલા તમામ પુરાવાને ક્રોસ વેરિફાઈ કરવા જોઈએ, હર્ષ સંઘવીને આ મુદ્દે દખલ કરવા અપીલ કરીએ છીએ. તેમજ માહિતી આપ્યાની ઓડિયો ફાઇલ રીલિઝ કરું છું.

આ ઘટનામાં મૂળ ધોળકાના વતની અને હાઇકોર્ટના પટાવાળાને પોલીસે ઉઠાવ્યો છે. કોર્ટ સંકૂલમાંથી પોલીસે પટાવાળીની ધરપકડ કરી છે. હાઈકોર્ટના પટાવાળાની ધોળકા પોલીસે ધરપકડ કરી છે. ત્યારબાદ પુછપરછમાં તમામ આરોપીઓના નામ પણ ખૂલ્યાં હતા. 10 ઓક્ટોબરે પરીક્ષા યોજાઈ હતી. સબ ઓડિટરની ભરતી કૌભાંડના 10માંથી 3 ઝડપાઈ ચૂક્યા છે. હેડ ક્લાર્કની પરીક્ષાના 11 શકમંદોને પોલીસે અટકાયત કરી છે.

ગૌણ સેવા પસંદગી પેપર લીક મામલે પ્રાંતિજના ઉંછા પ્રવેશ દ્વારે આવેલ ફાર્મ હાઉસ મામલે ખુલાસો થયો છે. જ્યાંથી આ પેપરલીક થયુ હતું. ફાર્મ હાઉસ માલિક ડૉ. નીતિન પટેલે પોતાની સ્પષ્ટતા કરતા કહ્યું કે, જે ઇસમે પોતાના મકાનના ફોટા વાયરલ કર્યા છે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરાશે. જે ફોટા વાયરલ કરવામાં આવ્યા આવ્યા છે તે મકાન ફાર્મ હાઉસ નથી, પણ તે ડો નીતિન પટેલનું મકાન છે. હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું અને તેની સાથે વાયરલ કરવામાં આવેલ ફાર્મ હાઉસના ફોટા ખોટા છે તેવું ડૉ. નીતિન પટેલે જણાવ્યું. તેમણે કહ્યું કે, જે ઇસમોએ ફોટા વાયરલ કર્યા છે તેમની સામે અમે પોલીસ ફરિયાદ કરીશું. ડો નીતિન પટેલે પોતાની ઘર બહાર ફોટા પાડતા લોકોના સીસીટીવી પોલીસ અને મીડિયાને આપ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat