Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કોરોનાને લઈને ઉદ્દભવેલા ડરની તમારા મગજ પર અસર

કોરોનાને લઈને ઉદ્દભવેલા ડરની તમારા મગજ પર અસર

0
89

હોસ્પિટલો બહાર લોકોની ચીચીયારીઓ, ઓક્સિજનની અછત, તડપતા દર્દીઓ, રડતા પરિજનો અને સળગતી લાશો, આજકાલ આવા દ્રશ્યોનો મીડિયા અને સોશિયલ મીડિયા પર પૂર આવેલો છે.

પાછલા અનેક દિવસોથી સતત આપણે આવા સમાચારો સાંભળી રહ્યાં છીએ. સવારે ઉઠીને કદાચ કોઈ ઓળખીતા કે સગા-સંબંધીના મોતના સમાચાર પણ સાંભળવા મળી રહ્યાં છે. આ બધી માહિતી માત્ર સૂચનાઓની જેમ જ નહીં પરંતુ ડર બનીને પોતાના મગજમાં જઈ રહી છે. માનસિક સ્વાસ્થ્ય પર આ ડરની અસર પર ચર્ચા શરૂ થઈ છે.

એથિક્સ અને મેડિકલ રિઝર્વેશન બોર્ડના અધ્યક્ષ બી.એન.ગંગાધર અને માનસિક આરોગ્ય સાથે જોડાયેલા અન્ય ડોકટરોએ ખુલ્લો પત્ર લખીને આ મુદ્દો ઉઠાવ્યો છે.

28 એપ્રિલના રોજ લખાયેલ આ પત્રમાં મીડિયા કવરેજમાં બતાવવામાં આવનાર દર્દીઓ, હોસ્પિટલો અને સ્મશાન વિઝ્યુઅલ્સના માનસિક સ્વાસ્થ્ય પર અસરને લઈને ચેતવણી આપી છે.

પત્ર લખનારાઓમાં નિમહન્સમાં મનોચિકિત્સા વિભાગના વડા પ્રોફેસર પ્રતિમા મૂર્તિ, ભારતીય મનોચિકિત્સક સોસાયટીના પ્રમુખ ગૌતમ સહા અને એઈમ્સના મનોવિજ્ઞાનના અધ્યાપક રાજેશ સાગર પણ સામેલ છે.

શું લખ્યું છે પત્રમાં

પત્રમાં લખ્યું છે, સ્મશાનમાં સળગતી મૃતદેહોની તસ્વીરો, મૃતકોના રડતા સંબંધીઓ, ભાવનાઓનો વિસ્ફોટ અને તેમના આસપાસ વર્તમાન પત્રકાર અને કેમરાપર્સનનો ઝૂંડ, આનાથી લોકોનું ધ્યાન તો ખેંચવામાં આવી શકે છે પરંતુ એવી કવરેજના ગંભીર પરિણામ પણ હોય છે.

મહામારીમાં લાગેલા પ્રતિબંધો અને દિશાનિર્દેશના કારણે લોકો સામાન્ય જીવન જીવી શકતા નથી. તેમનામાં પહેલાથી જ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ આવી રહી છે. લોકો ઘરોમાં છે અને એવામાં તેઓ ટીવી અને સોશિયલ મીડિયા વધારે જોવા લાગે છે. પરંતુ, જ્યારે તેઓ આવી હેરાન કરનારા અને દુ:ખભર્યા દ્રશ્યો જૂએ છે તો તેમનું દુ:ખમાં વધારો થઈ જાય છે.

પત્રમાં લખ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં સંવેદનશીલ મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરવું સરળ હોતું નથી. તમે જો સમાચાર બતાવી રહ્યાં છો, તે જો તમને આટલા પ્રભાવિત કરે છે તો દેખનારાઓ પર તેની અસર કેવી થશે. તે કોઈ જાણતું નથી કે, સમાચાર દેખનાર ક્યો વ્યક્તિ કઈ માનસિક સ્થિતિમાં છે. જે લોકોમાં સંક્રમણ ઓછું છે અને તેઓ ઘર પર ઠિક થઈ રહ્યાં છે તો શું એક સકારાત્મક વાતાવરણ તેમને ઠિક થવામાં મદદ કરશે નહીં.

બીજી લહેરમાં મુશ્કેલી વધી ગઈ

દિલ્હીમાં રહેનાર મોહિની(બદલેલ નામ)નો જનરલાઈઝ્ડ એંગ્જાઈટીની સારવાર ચાલી રહી છે. અનેક નાની-નાની ઘટનાઓમાં પણ તેમના ભયનો સ્તર ખુબ જ વધી જાય છે. તેને લઈને તેમની સારવાર ચાલી રહી છે અને તેઓ પહેલાથી સારી સ્થિતિમાં આવી ગયા હતા. પરંતુ પાછલા કેટલાક દિવસથી તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.

તેમને જણાવ્યું, “ઘરમાં માત્ર મારા પતિ જ બહાર જાય છે તો તેમના માટે મને ખુબ જ ડર લાગે છે. હું સતત કોરોના વિશે વિચારી રહી હતી. ક્યાંક બેસતી તો ત્યાં જ બેસેલી રહેતી અને પછી રડવા લાગતી હતી. એક વખત તો વિચારોમાંને વિચારોમાં ટેરિસ ઉપર તડકામાં એક કલાક બેસેલી રહી અને મને ગરમી પણ લાગી નહીં. હું કઈ જ કામ કરી શકતી નહતી. જ્યારે ફેબ્રુઆરી-માર્ચમાં મને આટલો ડર લાગતો નહતો. અચાનક જ આ બધુ શરૂ થઈ ગયું છે.”

દિલ્હીમાં જ રહેનાર રેખા ગુસાઈ જણાવે છે કે, તેમના પતિની કેટલાકલ દિવસથી તબિયત ખરાબ હતી. પછી અચાનક તેમને શ્વાંસ લેવામાં મુશ્કેલી આવવા લાગી. આખા એક દિવસની કોશિશ પછી તેમને એક સરકારી હોસ્પિટલમાં બેડ મળી શક્યો પરંતુ તેમના પતિ હોસ્પિટલમાં રોકાવવા માટે તૈયાર જ નહતા.

તેમને ડર લાગી રહ્યો હતો કે, હોસ્પિટલમાં તેમને કંઈક થઈ જશે. અમારા પાસે ઓક્સિજન સિલેન્ડર અને દવાઓ પણ નહતી તે છતાં પણ તેઓ ઘરે આવવા ઈચ્છતા હતા. તેમને કંઈક એવી રીતના સમાચાર દેખ્યા હતા કે, હોસ્પિટલો બહાર લોકો મરી રહ્યાં છે.

કોરોનાના આ ડરના માનસિક સ્વાસ્થ્ય પર અસરને લઈને સફદરજંગ હોસ્પિટલમાં મનોરોગ નિષ્ણાત ડોક્ટર પંકજ કુમાર કહે છે કે, આ માહોલનો પ્રભાવ માનસિક રૂપથી સ્વાસ્થ્ય અને અસ્વસ્થ્ય બંને રીતના લોકો પર પડી શકે છે. પરંતુ જે પહેલાથી બિમાર અથવા અતિસંવેદનશીલ છે તેમની સમસ્યા વધારે મોટી છે.

નકારાત્મક સમાચારો પર કેવી રીતે કામ કરે છે મગજ

ડોક્ટર પંકજ જણાવે છે કે, “હાલમાં આપણા પાસે સતત નકારાત્મક જાણકારીઓ આવી રહી છે. આટલી વધારે નકારાત્મક સમાચારો અને સૂચનાઓ મળવાથી આપણા શરીરમાં તણાવ પેદા કરનાર મેકેનિઝ્મ એક્ટિવેટ થઈ જાય છે. જેનાથી વ્યક્તિ હાઈપરઅરાજલની (અતિસંવેદનશીલ સ્થિતિ) સ્થિતિમાં પહોંચી જાય છે.”

“આમા મગજ એલાર્મ આપવા લાગે છે કે, ખુબ જ મુશ્કેલ સ્થિતિ છે, જેવી રીતે તમે જંગલમાં છો અને સામે વાઘ આવી ગયો હોય. એકદમ શરીરના બધી જ સિસ્ટમો એક્ટિવેટ થઈ જાય છે કે, આવી સ્થિતમાં શું કરવાનું છે. હવે આવી સ્થિતિ નકારાત્મક સૂચનાઓને સતત ગ્રહણ કરવાથી ઘરે બેસ્યા-બેસ્યા થઈ રહી છે પછી ભલે તમે બિમાર છો કે નહીં. એવામાં હોર્મોન્સ રિલિઝ થઈ રહ્યાં છે, જેથી શરીરમાં તણાવ પેદા થઈ રહ્યો છે.”

ગુડગાંવની ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના માનસિક આરોગ્ય અને વર્તણૂકીય વિજ્ઞાનના વડા કામના છિબ્બર કહે છે કે આજના સમયમાં બધા ચિંતા અને તણાવથી ઘેરાયેલા છે. આ સ્થિતિમાં લોકો આશા ગુમાવી રહ્યા છે.

આ બધાની અસર તમારા મન ઉપર પડે છે. પછી તમને ગભરામણ, બેચેની થાય છે. હંમેશા મગજમાં એક જ ખ્યાલ રહે છે, ચીડિયાપણું, અપરાધની લાગણી અને નિત્યક્રમ પૂર્ણ ન કરવા જેવી સમસ્યાઓ શરૂ થાય છે.

મુશ્કેલ તે પણ છે કે, લોકો પાસે આ તણાવમાંથી બહાર આવવા માટે અન્ય કોઈ રસ્તાઓ પણ નથી કેમ કે, આપણે બહાર જઈ શકતા નથી. પોતાના દોસ્તો-મિત્રોને મળી શકતા નથી. એવામાં લોકો ટીવી અને સોશિયલ મીડિયા પર વધારે નિર્ભર થઈ ગયા છે.

આ વિષય પર કેટલાક અભ્યાસ પણ કરવામાં આવ્યા છે. જેમ કે, એક રિસર્ચ છે કે ડિફરેન્શિયલ સસેપ્ટિબિલિટી ટૂ મીડિયા ઈફેક્ટ મોડલ, તે બતાવે છે કે, મીડિયાનો કોઈ વ્યક્તિ પર કેવો પ્રભાવ પડે છે.

ડોક્ટર પંકજ જણાવે છે કે, આ અભ્યાસમાં સામે આવ્યું છે કે, નકારાત્મકતા ખુબ જ મોટું ફેક્ટર છે. કોઈ ખરાબ સમાચાર જોતી વખતે તમારો મૂડ ખરાબ થઈ જાય છે અને જ્યારે આવા સમાચાર હંમેશા આવતા રહે તો તમારો મૂડ સતત નકારાત્મક રહેવા લાગે છે અને જે આગલ ચાલીને ચિંતા અને હતાશા (ડિપ્રેશન)માં પણ ફેરવાઈ શકે છે.

સ્વસ્થ લોકો પર અસર

ડોક્ટર પંકજ અનુસાર સ્વસ્થ લોકોને પણ સતત નકારાત્મક સમાચારો મળે છે તો થોડા સમય માટે ચિંતા, ઉંઘ ના આવવી, ફોકસ ના કરવી શકવું, હંમેશા એક જ રીતના વિચાર આવવા અને ઉત્તેજના અને હતાશાની સ્થિતમાં રહેવા જેવી સમસ્યાઓ ઉદ્દભવી શકે છે.

તેમનામાં નોકરી અને ભવિષ્યને લઈને પણ ચિંતાઓ ઉભી થઈ શકે છે. જરૂરી નથી કે, તેઓ માનસિક રોગથી ગ્રસિત થઈ જાય પરંતુ માનસિક મુશ્કેલીઓ થઈ શકે છે.

દર્દીઓની બગડતી સ્થિતિ

એવા અનેક સાઈકાઈટ્રિક ડિસઓર્ડર છે જેમના દર્દીઓની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર છે.

પરંતુ, આવી રીતની ઘટનાઓ પછી તેમનામાં ફરીથી સમસ્યાઓ શરૂ થઈ જાય છે અને તેમની ડોઝ વધારવી પડે છે.

ડોક્ટર પંકજ જણાવે છે કે, ઓબ્સેસિવ-કમ્પલસિવ ડિસઓર્ડરના દર્દીઓમાં મુશ્કેલીઓ વધી છે. દર્દીઓને લાગે છે કે, તેમના હાથ, તેમનું શરીર અથવા તેમની આસપાસની જગ્યા ગંદી છે અને તેઓ વારં-વાર સફાઈ કરતા રહે છે. આનાથી તેમનામાં તણાવ પેદા થઈ જાય છે. કેટલાક દર્દીઓમાં કોરોનાના કારણે અનેક સમસ્યાઓ વધી ગઈ છે.

લોકોમાં હેલ્થની ચિંતા ખુબ જ વધારે છે. તેમને બિમારીનો કોઈપણ લક્ષણ આવવા પર તેમને લાગે છે કે, તેમને કોરોના થઈ ગયો છે અને તેઓ મરી જશે. તેઓ અંતિમ સ્થિતિની કલ્પના કરવા લાગે છે.

ડોક્ટર્સનું માનવું છે કે મીડિયાની પોતાની નૈતિક જવાબદારી હોઈ શકે છે પરંતુ તમે સમાચારો પર બધી જ રીતે પ્રતિબંધ લગાવી શકતા નથી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ અને ખોટી સૂચનાઓ પર નિયંત્રણ સરળ નથી. તેથી જરૂરી છે કે, લોકો પોતાના સ્તર પર આનો ઉપાય શોધે.

જેવી રીતે તમારા ભોજનનું ડાઈટ રૂટિન હોય છે તેવી જ રીતે અટેન્શન ડાઈટ રૂટિન બનાવો. તેના માટે તમારે તે ઓળખવું પડશે કે, તમારા માટે કેટલી સૂચના મેળવવી જરૂરી છે, જેનાથી તમને નકારાત્મકતા અનુભવાય નહીં.

– તમે બે અથવા ત્રણ વિશ્વસનિય જગ્યા શોધી લો જેના પરથી તમે સૂચના મેળવી શકો છો. જેમ કે, WHO, સ્વાસ્થ્ય મંત્રાલની વેબસાઈટ અથવા એક-બે મીડિયા ચેનલ અથવા સમાચાર.

– બધી જ રીતે સૂચનાઓ મેળવવાનું બંધ કરવાની જરૂર નથી પરંતુ એક સમય નક્કી કરે કે, દિવસમાં કેટલા ન્યૂઝ દેખવાના છે. તમે અડધો કલાક સવારે અને અડધો કલાક સાંજે ન્યૂઝ ચેનલ જોઈ શકો છો. તમે માત્ર સમાચાર પત્રોમાંથી પણ સૂચનાઓ મળવી શકો છે.

– જો તમે અતિસંવેદનશીલ છો તો તમે બિલ્કૂલ સમાચારો જોવાનું બંધ કરી શકો છો. સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર પણ ધ્યાન આપશો નહીં. તમારા કોઈ નજીકના મિત્ર અથવા સગા-સંબંધી પાસેથી બેત્રણ દિવસોમાં એક વખત સૂચનાઓ લઈ શકો છો, જેથી તમારાથી કોઈ જરૂરી જાણકારી છૂટી ના જાય.

– તેના પર ધ્યાન આપો કે તમારા કંટ્રોલમાં શું છે. જેમ કે બેડ અથવા ઓક્સિજનનો પૂરવડો વધારવો તો તમારા હાથમાં નથી પરંતુ તમે સાવધાની રાખી શકો છે. સાવધાની રાખો પરંતુ એટલી જે તમારા કંટ્રોલમાં હોય. જેમ કે, માસ્ક પહેરવાથી લઈને સામાજિક અંતર રાખવા સહિતની અનેક કેટલીક સાવધાનીઓ જે તમારા કંટ્રોલમાં છે.

– કોઈ વારં-વાર કોરોના પર નકારાત્મક વાતો કરે છે, જેનાથી તમને સમસ્યા થઈ રહી હોય તો તમે તેના સાથે વાતો કરવાનું ઓછું કરી શકો છો.

– તમારા મિત્રો અને સંબંધીઓ સાથે વાત કરતા રહો અને એકબીજાને પ્રોત્સાહિત કરો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat