Gujarat Exclusive > ગુજરાત > ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો કેસમાં HC એડવોકેટ એસોસિએશને સૂચનો રજૂ કર્યા

ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો કેસમાં HC એડવોકેટ એસોસિએશને સૂચનો રજૂ કર્યા

0
52

અમદાવાદ: રાજ્યમાં કોરોના મહામારીને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો કેસમાં HC એડવોકેટ એસોસિએશને સૂચનો રજૂ કર્યા છે. જેમાં RT-PCR ટેસ્ટનું પરિણામ આવતા વધુ સમય લાગતો હોવાનું સૂચન પણ કરવામાં આવ્યુ છે સાથે જ આદિવાસી વિસ્તારમાં ટેસ્ટિંગ અને યોગ્ય સારવારનો અભાવ હોવાનું પણ સૂચન કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકાર સાંજ સુધીમાં સોગંદનામું રજૂ કરશે. આ મામલે આવતીકાલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન અનુસાર, રાજ્યમાં નર્મદા,વ્યારા, પાલનપુર, છોટા ઉદેપુર અને સુરેન્દ્રનગરમાં સ્થિતિ ગંભીર છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં PHC સેન્ટર છે પરંતુ નિષ્ણાંત ડૉક્ટર નથી અને સુરેન્દ્રનગરના ગામડાઓની હોસ્પિટલમાં વેન્ટિલેટરનો અભાવ હોવાનું સૂચન કરવામાં આવ્યુ છે.

HC એડવોકેટ એસોસિએશન અનુસાર, તાલુકા લેવલ પર માત્ર 50 જ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને છોટા ઉદેપુરમાં સીટી સ્કેન સેન્ટરનો પણ અભાવ છે, એવામાં સવાલ ઉભો થાય છે કે પાયાની સુવિધાઓ વગર ગુજરાત કોરોના સામે કેવી રીતે લડશે?

આ પણ વાંચો: ગુજરાત બાર કાઉન્સીલ તરફથી 710 વકીલોને 90 લાખ ચુકવવામાં આવશે

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના નવા 12978 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે વધુ 153 લોકોના મોત નીપજ્યા છે. એક સકારાત્મક સમાચાર તે છે કે, ગુજરાતમાં સાજા થનારા દર્દીની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ 11146 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat