Gujarat Exclusive > દેશ-વિદેશ > મેરા દેશ બદલ રહા હૈ…! હવે ‘Swiggy’ પર મળશે જેલમાં બનેલી બિરયાની

મેરા દેશ બદલ રહા હૈ…! હવે ‘Swiggy’ પર મળશે જેલમાં બનેલી બિરયાની

0
587

ઓનલાઈન ફૂડ બજારની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવાના પ્રયાસમાં કેરળમાં જેલ વહિવટી તંત્રએ ગુરૂવારે કેદીઓ દ્વારા બનાવવામાં આવેલ ગરમાગરમ સ્વાદિષ્ટ બિરયાની ઓનલાઈન વેચવાની પહેલ કરી છે. પ્રથમ તબક્કામાં 127 રૂપિયાની કિંમતની બિરયાની કૉમ્બો ઓનલાઈન વેચવાની યોજના છે.

આ કૉમ્બોમાં 300 ગ્રામ બિરયાની વાળા ભાત અને એક ચિકનનો લેગ પીસ, ત્રણ રોટલી અને એક કપ કેક અને સલાડ અને અથાણું અને એક લીટર પાણીની બોટલ આપવામાં આવશે. વિયૂર મધ્યસ્થ જેલના (Viyyur Central Jail) અધિકારીઓએ જાણકારી આપી, જ્યાં બિરયાની બનાવવામાં આવી રહી છે. જેલ અધિકારીઓએ બિરયાની આપવા માટે ઓનલાઈન ફૂડ પહોંચાડનારી કંપની સ્વિગ્ગી સાથે કરાર કર્યો છે. કેરળની જેલોમાં કેદીઓ દ્વારા તૈયાર ભોજન વેચવા માટે કંપની ફ્રીડમ ફૂડ ફેક્ટરી (Freedom Food Factory) વર્ષ 2011થી કાર્યરત છે.

ગુજરાતની સૌથી ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અહીં ક્લિક કરીને જોડાવ

વિયૂર મધ્યસ્થ જેલના અધિકારી નિર્મલાનંદન નાયરે જણાવ્યું કે, અમે પ્રથમ વખત ઓનલાઈન ખાવાનું વેચવા જઈ રહ્યાં છીએ. અમે વર્ષ 2011માં રોટલી બનાવીને વેચવાની શરૂઆત કરી હતી. જેલના ડીજીપી ઋષિરાજ સિંહે ઓનલાઈન ખાવા વેચવાનું સૂચન કર્યું હતું. જેલનું ભોજન પોતાની ગુણવત્તા અને તેની ઓછી કિંમતના કારણે લોકોમાં પ્રિય બન્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જેલમાંથી અમે અનેક પ્રકારની બિરયાની, શાકાહારી વાનગીઓ, બેકરીની વાનગીઓ વેચી રહ્યાં છીએ. જો કે પ્રથમ વખત અમે ઓનલાઈન બિરયાની કૉમ્બો વેચવાનો નિર્ણય કર્યો છે.

મનોહર પર્રિકરના પુત્રએ ભાજપ પર રોષ ઠાલવ્યો, કહ્યું- ‘પાર્ટીએ અલગ રાહ પકડી’