Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે લોકોએ સાબુ-તેલ-ટૂથપેસ્ટ પણ ખરીદવાનું બંધ કરી દીધું છે?

શું એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે લોકોએ સાબુ-તેલ-ટૂથપેસ્ટ પણ ખરીદવાનું બંધ કરી દીધું છે?

0
1873

કેમ ઈકોનોમીમાં વપરાશ ઓછી થઈ રહી છે? કેમ લોકો સાબુ-તેલ સુધી ખરીદવાનું ટાળી રહ્યાં છે? કેમ સમસ્યા સતત વધી રહી છે? આ કેટલાક એવા પ્રશ્ન છે, જેમને હાલમાં બજારથી લઈને સરકારને હલાવી નાંખી છે. લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવામાં પણ બે વખત વિચાર કરી રહ્યાં છે. પરિણામ સ્વરૂપે, સાબુ-તેલ ટૂથપેસ્ટ જેવા સેક્ટર એટલે ફાસ્ટ મૂવિંગ કંઝ્યુમર ગુડ્સ એટલે FMCGમાં પણ મોટો ઘટાડો છે. માર્કેટમાં રિસર્ચ ફર્મ નીલસને આ બાબતનું રિસર્ચ કર્યું. તેના અનુસાર નાણાકિય વર્ષ 2019ના પ્રથમ ત્રણ મહિનાઓ એટલે એપ્રિલ, મે અને જૂનમાં આ સેક્ટરમાં 10 ટકાનો ઘટાડો રહ્યો. આ ઘટાડો પાછલા 9 મહિનાથી જોવા મળી રહ્યો છે.

નીલસને રિસર્ચમાં શું કહ્યું? નીલસનના સર્વેની પાંચ ખાસ વાતો

1. પરિવારોએ પોતાના ખર્ચમાં ઘટાડો કરી દીધો છે.
2. વ્યાપારિક વર્ષ 2019-20ના પહેલા 6 મહિનાઓ દરમિયાન એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે FMCG સેક્ટરની ગ્રોથ 12 ટકા રહેશે. પહેલા આ 13-14 ટકા રહેવાની સંભાવના ગણાવી હતી.
3. વર્ષ 2019-20માં FMCG સેક્ટરની ગ્રોથ 9-10 ટકા રહી શકે છે.
4. ફૂડ કેટેગરી એટલે લોટ, તેલ, બિસ્ટૂટ વગેરેની ગ્રોથ 10થી 11 ટકા રહેશે.
5. પર્સનલ કેર કેટેગરી એટલે શેમ્પૂ, ફેસવોશ વગેરે અને હોમ કેર કેટેગરી એટલે કે, ફ્લોર ક્લીનર વગેરેનું વેચાણ 7-8 ટકા રહેશે.

ઘરનો સામાન કેમ ખરીદી રહ્યાં નથી લોકો?

1. નીલસન અનુસાર સરકારી પોલિસી અને મોનસૂન કમજોર થવાની અસર થઈ રહી છે.
2. મોંઘવારીની અસર પણ લોકોની ખરીદદારી પર પડી રહી છે. વર્ષની શરૂઆતમાં મોંઘવારી દર 1.9 ટકા હતો. જૂનમાં તે વધીને 3.18 ટકા થઈ ગઈ છે.
3. ઘટાડાની સૌથી મોટું કારણે ગામડાઓમાં પૈસાનો અભાવ. ગ્રામીણ લોકોની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
4. ગ્રામીણ વિસ્તારોમાં FMCG પ્રોડક્ટની ખપતમાં બેગણો ઘટાડો છે.
5. FMCG પ્રોડક્ટ ખરીદવામાં ગ્રામીણ વિસ્તારોની ભાગીદારી 37 ટકા છે. મતલબ તે કે, દેશભરમાં જેટલા પણ એફએમસીજી પ્રોડક્ટ વેચાય છે, તેમાંથી 37 ટકા ગામડાઓમાં વેચાય છે.
6. અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોની ગ્રોથ શહેર કરતાં 3થી પાંચ ટકા વધારે રહેતી હતી. પરંતુ હવે 9 મહિનાથી આમાં ઝડપથી ઘટાડો આવી રહ્યો છે.
7. હવે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં FMCG પ્રોડક્ટનું વેચાણનું ગ્રોથ લગભગ તો બરબાદ જ થઈ ગયું છે.
8. ગ્રામીણ લોકોની આવક ઘટવા પાછળનો મુખ્ય કારણ ખેત પેદાશનું ઘટવું છે. માનો કે, ખેતી પેદાશમાં ઘટાડો થઈ ગયો હોય, સાથે વધારે વરસાદ અથવા ઓછા વરસાદના કારણે ખેડૂતની હાલત કફોડી થઈ જતી હોય છે. આ વખતે બિહાર અને અસમને છોડીને દેશના બધા જ ભાગો વરસાદની દુવા માંગી રહ્યાં છે. જ્યારે અસમ અને બિહારના લોકો વરસાદ બંધ થવાની દુવા માંગી રહ્યાં છે. મતલબ એક તરફ ખેડૂતોની પરિસ્થિતિ વધારે વરસાદથી ખરાબ થઈ રહી છે તો બીજી તરફ ઓછા વરસાદથી.
9. ગ્રામીણ વિસ્તારોમાં સરકારી ખર્ચમાં ઘટાડો નોંધાયો છે. મનરેગા જેવા પ્રોજેક્ટમાં ચૂકવણી સમય પર થઈ રહી નથી. આ કારણે ગ્રામીણો પાસે રોકડનું સંકટ છે.
10. ગ્રામીણ વિસ્તારોમાં માંગ ઓછી થવાના કારણે આખું સેક્ટર લથડીયા ખાવા લાગ્યું છે.
11. હાલમાં આવેલ આર્થિક સર્વે 2018-19 અનુસાર પાછલા વર્ષે ખેડૂતોનો અનાજ સસ્તા ભાવમાં વેચાણો. આનાથી ખેડૂતોએ ખેત પેદાશમાં ઘટાડો કરી નાંખ્યો. સાથે જ વપરાશ ઉપર પણ ખર્ચ ઓછો કરી નાંખ્યો. આનાથી ઈકોનોમી સ્લો થઈ ગઈ.
12. નીલસન અનુસાર એફએમસીજી પર જીએસટીની પણ ઘણી મોટી અસર થઈ છે. જીએસટી લાગૂં થવાના કારણે નાના મેન્યૂફેક્ચર્સનો બિઝનેસ ધીમો પડી રહ્યો છે.
13. રિસર્ચ ફર્મ નોમુરાના એક રિપોર્ટ અનુસાર સરકારી કર્મચારીઓની સેલરીમાં ધીમો વધારો થવાના કારણે પણ એફએમસીજી પ્રભાવિત છે. સાતમા વેતન આયોગની ભલામણો બાદ પણ કર્મચારીઓનો પગાર ધીમે-ધીમે વધારવામાં આવી રહ્યો છે.
14. કાચા તેલની કિંમતોમાં ઉછાળાથી લોકોનો ખર્ચ તેલ પર વધી રહ્યો છે.
15. નોન બેન્કિંગ ફાયનાન્સિયલ કંપનીઓના સંકટના કારણે ગ્રાહકોને લોન મળી રહી નથી. આની બધી જ વસ્તુઓની અસર માર્કેટ પર પડી રહી છે.