Gujarat Exclusive > The Exclusive > Hathras Case: યુવતી સાથે રેપ થયું નથી, ગળામાં ઇજાથી થયું મોતઃ ADG

Hathras Case: યુવતી સાથે રેપ થયું નથી, ગળામાં ઇજાથી થયું મોતઃ ADG

0
337
  • ફોરેન્સિક રિપોર્ટ મુજબ પોલીસનો દાવો
  • મોત પણ ગળાની ઇજાને કારણે થયુ હતુ

હાથરસઃ યુપીના હાથરસમાં દલિત યુવતીની દુષ્કર્મ બાદ હત્યાના કથિત મામલે ગુરુવારે મોટો ખુલાસો થયો. યુપી પોલીસના ADG લૉ એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે દાવો કર્યો કે 19 વર્ષીય યુવતી સાથે રેપ થયું નથી. તેનું મોત ગળામાં ઇજાને કારણે લાગેલા શોકથી થયું હતું. તેમણે કહ્યું કે ફોરેન્સિક લેબના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે યુવતી પર દુષ્કર્મ થયું નથી.

 યુવતીએ નિવેદનમાં પણ રેપની વાત ન હતી કરીઃ પોલીસ

ADG પ્રશાંત કુમારે વધુમાં જણાવ્યું કે ઘટના પછી યુવતીએ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં પણ રેપની વાત કરી ન હતી. તેણે માત્ર મારપીટનો આરોપ લગાવ્યો હતો. પ્રશાંત કુમારે કહ્યું કે સામાજિક સૌહાર્દ ને બગાડવા અને જાતીય હિંસા ભડકાવવા માટે કેટલાક લોકો તથ્યોને ખોટી રીતે રજુ કરી રહ્યા છે. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોઃ સોનભદ્રથી હાથરસઃ પ્રિયંકા અને યોગી કેટલી વખત સામ-સામે ટકરાયા

હવે અમે માહોલ ખરાબ કરનારા અને રાજ્યમાં જાતીય હિંસા ભડકાવવાનો પ્રયાસ કરવાની કોશીશ કરનારા લોકોની ઓળખ કરીશું.

પોલીસની છબી ખરાબ કકાઇઃ ADG

યુપીના એડિશનલ જનરલ (ADG )પોલીસે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મામલે ગંભીરતાને જોતા તેની તપાસ માટે એસઆઇટીની રચના કરી. આ ઘટનામાં જેઓ સામેલ છે, તેમને સહેજ પણ છોડવામાં નહીં આવે. મેટિકલ રિપોર્ટ આવ્યા પહેલાં જ સરકાર સામે ખોટા નિવેદનો કરવામાં આવ્યા છે અને પોલીસની છબી ખરાબ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ VIDEO & FOOTAGE: રાહુલ ગાંધી સાથે પોલીસની બર્બરતાની બોલતી તસવીરો

ઘટના 14 સપ્ટેમ્બરની છે

યુપી હાથરસની બહુ ચર્ચિત આ ઘટના 14 સપ્ટેમ્બરની છે. ત્યારે હાથરસના ચંદપા ક્ષેત્રમાં 19 વર્ષીય દલિત યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ઘટનામાં ગળુ દબાવવાથી તેની જીભ પણ કપાઇ ગઇ હતી. યુવતીને ત્યાર બાદ પહેલાં અલીગઢની જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં ભરતી કરાઇ હતી. પછી તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરાઇ હતી.

જ્યાં ગત મંગળવારે તેનું મોત થઇ ગયું. ત્યાર બાદ મામલો બહુ ચગવા માંડ્યો હતો. ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થવા લાગ્યા છે. સાથે રાજકારણ પણ ગરમાયું છે.

સજા આપવા મામલે યુપી ટોચેઃ ADG

ADG પ્રશાંત કુમારે કહ્યું કે આંકડા મુજબ 2018 અને 2019માં યુપીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનામાં સજા આપવાના મામલે રાજ્ય દેશમાં સૌથી ટોચે છે.

આ પણ વાંચોઃ દીકરીઓ માટે કેટલો સુરક્ષિત દેશ? સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો