Gujarat Exclusive > The Exclusive > Hathras કાંડ: પીડિતાની ભાભીનો DM પર આરોપઃ ‘આ લોકો અમને રહેવા નહીં દે’

Hathras કાંડ: પીડિતાની ભાભીનો DM પર આરોપઃ ‘આ લોકો અમને રહેવા નહીં દે’

0
124
  • સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોથી યોગી સરકાર બેકફૂટ પર
  • DMએ પીડિતાના પિતાને કહ્યું- મીડિયાવાળા આજે છે કાલે નહીં 

હાથરસઃ યુપીના Hathras  રેપ કેસમાં  જિલ્લા અધિકારી (DM)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં ડીએમ પીડિતાના પિતા સાથે વાત કરતા દેખાય છે. આ કેસમાંપીડિતાના મોત બાદ રોજ નવો વળાંક આવી રહ્યો છે. એક બાજુ CM યોગીએ પીડિતાના પરિવારને 25 લાખ રુપિયાની સહાય, એક સભ્યને નોકરી અને ઘર આપવાની જાહેરાત કરી છે. ત્યારે આ વીડિયો અનેક સવાલ ઊભા કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ VIDEO & FOOTAGE: રાહુલ ગાંધી સાથે પોલીસની બર્બરતાની બોલતી તસવીરો

જેમાં ડીએમ પ્રવીણ કુમાર પીડિતાના પિતા સાથે વાત કરતા દેખાય છે. જ્યારે પીડિતાની ભાભીએ DM પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે ડીએમ અમને ધમકાવી રહ્યા છે. અમને અહીં રહેવા દેશે નહીં. કારણ કે તેઓ અમારા પર દબાણ કરી રહ્યા છે.

Hathrasના DM પ્રવીણ કુમાર સવાલોના ઘેરામાં

આ વીડિયો વાયરલ થતાંHathrasનાDM પ્રવીણ કુમાર સવાલોના ઘેરામાં આવી ગયા છે. પીડિતાની ભાભીએ જણાવ્યું કે ડીએમે તેમના સસરા (પીડિતાના પિતા)ને કહ્યું કે જો તમારી દિકરી કોરોનાથી મરી હોત તો વળતર મળત? ઉપરાંત આ વીડિયો ફૂટેજમાં જિલ્લાઅધિકારી અને પીડિતાના પિતાની વાતચીતને લીધે પણ યોગી સરકાર સામે ગંભીર આરોપ લાગી રહ્યા છે.

આ પણ વાંચોઃ સોનભદ્રથી હાથરસઃ પ્રિયંકા અને યોગી કેટલી વખત સામ-સામે ટકરાયા

વીડિયોમાં ડીએમ પ્રવીણ કુમાર પીડિતાના પિતાને કહી રહ્યા છે કે,

” તમે તમારી વિશ્વસનીયતા ખતમ ન કરો. આ મીડિયાવાળા હું તમને કહી દઉ, અડધા આજે જતાં રહ્યા અને અડધા કાલે જતાં રહેશે. અમે તમારી સાથે ઊભા છીએ. એ તમારા પર છે કે તમારે વારંવાર નિવેદન બદલવું છે કે નહીં. તે અમે પણ બદલાઇ જઇશું.”

આ વીડિયો ઉપરાંત પીડિતાની ભાભીએ આરોપ મૂક્યા છે કે અહીં કહેવાઇ રહ્યું છે કે તમારી દિકરી કોરોનાથી મરી જાત તો શું તમને વળતર મળ્યું હોત? પાપાને ધમકાવવામાં આવી રહ્યા છે. આ લોકો અમને અહીં રહેવા નહીં દે, ડીએમ વધુ ચાલબાજી કરી રહ્યા છે. આ લોકો અમારા પર પ્રેશર નાંખી રહ્યા છે. પરંતુ આ વીડિયો વાયરલ થયા બાદ હજુ સુધી યોગી સરકાર વતી કોઇ રિએકશન આવ્યું નથી.

લાઇવ ફૂટેજથી પોલીસ પર અને નિશાન Hathras

નોંધનીય છે કેHathrasમાં રાહુલ ગાંધી પર પોલીસનો હુમલો અને રાહુલ સાથે પ્રિયંકા ગાંધીની ધરપકડ બાદ યોગી સરકાર બેકફૂટ પર આવેલી જણાઇ રહી છે. મીડિયામાં લોકોએ તેના લાઇવ વીડિયો અને ફુટેજ પણ જોઇ લીધા. જેમાં યુપી પોલીસ પીડિતાના પરિવારને મળવા માટે Hathras જઇ રહેલા રાહલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના કાફલાને અટકાવી રહી છે.

આ પણ વાંચોઃ Hathras Case: યુવતી સાથે રેપ થયું નથી, ગળામાં ઇજાથી થયું મોતઃ ADG

રાહુલ ગાંધી સાથે પોલીસની ગેરવર્તણુક અને તેમને ધક્કો મારી નીચે પાડી દેવાની ઘટના પણ કેમેરામાં કેદ થઇ ગયેલી છે. આટલું જ નહીં રાહુલ ગાંધીના સવાલો સામે પોલીસે તેમને અને પ્રિયંકા ગાંધીનીધરપકડ કરી લીધી હતી.