Gujarat Exclusive > દેશ-વિદેશ > હાથરસઃ 200 Policeએ કરી પીડિતાના ઘરની ઘેરાબંધી, ફોન પણ બંધ કરી દીધા

હાથરસઃ 200 Policeએ કરી પીડિતાના ઘરની ઘેરાબંધી, ફોન પણ બંધ કરી દીધા

0
209

ખેતરના રસ્તે આવી પીડિતાના ભાઇએ મીડિયાને કરી વાત

હાથરસઃ યુપીના હાથરસમાં 19 વર્ષની દલિત યુવતી પર કથિત રેપના મામલે નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. રાહુલ ગાંધી, TMC સાંસદો સાથે પોલીસના દુર્વ્યવહાર બાદ હવે એવા રિપોર્ટ આવી રહ્યા છે કે પીડિતાના ઘરને 200 પોલીસ (Police)કર્મીઓે ઘેરાબંધી કરી છે અને પરિવારજનોના ફોન લઇ સ્વીચ ઓફ કરી દીધા છે.

આ પણ વાંચોઃ હાથરસમાં યુપી પોલીસની બેશરમીઃ TMC મહિલા સાંસદના બ્લાઉઝ પકડ્યા

પીડિતાના ભાઇએ મીડિયા સાથેની વાતચીતમાં આ માહિતી આપી. તેણે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે,

“200 પોલીસ (Police)વાળાએ તેમના ઘરને ઘેરી લીધું છે. પરિવારના કોઇ પણ સભ્યને બહાર જવા દેવામાં આવતા નથી. મારા પિતાને પણ માર મારી કહ્યું કે મીડિયા સાથે વાત નહીં કરવાની, અમારા બધાના ફોન લઇ સ્વીચ ઓફ કરી દેવાયા છે. હું ગમે તેમ કરીને ખેતરના રસ્તે બહાર આવી ગયો છું.”

મીડિયાની ટીમ સાથે પણ Policeની ગેરવર્તણુક

ઉત્તર પ્રદેશના હાથરસમાં કવરેજ માટે ગયેલા ન્યૂઝ ચેનલોના મીડિયા કર્મીઓને પણ પોલીસ (Police)નો કડવો અનુભવ થઇ રહ્યો છે. એક નેશનલ ન્યૂઝ ચેનલની ટીમને પોલીસે પીડિતાના ગામમાં જતા અટકાવી દેવાઇ હતી. તેમને બળજબરીથી ગાડીમાં બેસાડી દેવાયા હતા. સાથે કેમેરાના વાયર પણ કાઢવાની કોશીશ કરી હતી.

જગ્યા-જગ્યાએ બેરીકેડ્સ મૂકી દીધા

પોલીસે (Police)જગ્યા-જગ્યાએ બેરીકેડ મૂકી દીધા છે. દરેક રસ્તા પર નાકાબંધી કરી દેવાઇ છે. મીડિયા સહિત કોઇ પણ બહારની વ્યક્તિને ગામમાં જવા દેવામાં આવતી નથી.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી સાથે થયેલા ગેરવર્તન અંગે ભડક્યા શિવસેના નેતા સંજય રાઉત, લોકતંત્રનો ગેંગરેપ ગણાવ્યો