Gujarat Exclusive > દેશ-વિદેશ > Hathras Gangrape Case: ગ્રામજનોના ઉગ્ર વિરોધ વચ્ચે દુષ્કર્મ પીડિતાના અંતિમ સંસ્કાર

Hathras Gangrape Case: ગ્રામજનોના ઉગ્ર વિરોધ વચ્ચે દુષ્કર્મ પીડિતાના અંતિમ સંસ્કાર

0
218
  • હાથરસની પુત્રીએ જિંદગી અને મોત સામે લડતા લડતા મંગળવારે દમ તોડી દીધો
  • ગ્રામજનોના ઉગ્ર વિરોધ વચ્ચે હાથરસ ગેંગરેપ પીડિતાના મંગળવારના મોડી રાત્રે અંતિમ સંસ્કાર
  • ધરણાં પર બેઠેલા ભીમ આર્મીના ચીફ ચંદ્રેશખર આઝાદની પણ પોલીસે અટકાયત કરી

હાથરસ : 14 સપ્ટેમ્બરના રોજ હાથરસ (hathras gang rape) ની યુવતી સાથે ગામના દબંગોએ ગેંગરેપ કર્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. પરંતુ હાથરસ પોલીસના FIRમાં ગેંગરેપનો ઉલ્લેખ નથી પરંતુ પીડિત પરિવાર તે આરોપ લગાવી રહ્યો છે. આ ઘટનામાં હાથરસની પુત્રીએ જિંદગી અને મોત સામે લડતા લડતા મંગળવારના રોજ દમ તોડી દીધો હતો. આ ઘટનામાં પરિવારજનો અને ગ્રામજનોના ભારે વિરોધ વચ્ચે હાથરસ ગેંગરેપ પીડિતાના મંગળવારના રોજ મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યાં. પીડિતાનો મૃતદેહ મોડી રાત્રે હાથરસ પહોંચ્યો હતો. જ્યાં ગ્રામીણોના ઉગ્ર વિરોધ વચ્ચે ભારે પોલીસ દળની હાજરીમાં જ પીડિતાના અંતિમ સંસ્કાર કરી દેવાયાં. બીજી બાજુ ભીમ આર્મીના ચીફ ચંદ્રેશખર આઝાદની પણ પોલીસે અટકાયત કરી લીધી છે.

ચંદ્રશેખર હાથરસ ગેંગરેપ પીડિતાને ન્યાય અપાવવા દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ધરણાં પર બેઠા હતાં. જ્યાર બાદ અટકાયત કરતા પોલીસ ચંદ્રશેખરને હરિયાણા લઇ જઇ રહી છે. હોસ્પિટલમાં હાજર ભીમ આર્મીના કાર્યકર્તાઓને પણ ધરણાં ખતમ કરવાની અપીલ કરવામાં આવી છે.

hathras gang rape

આ પણ વાંચો: ડ્રાઈવિંગ લાઇસન્સ અને RC બુક રાખવાની ઝંઝટમાંથી મુક્તિ, 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે

અડધી રાત્રીએ જ્યારે મૃતદેહ ગામમાં પહોંચ્યો તો ગ્રામ્યજનો અંતિમ સંસ્કાર માટે રાજી ન હોતાં. પરંતુ પોલીસે ભારે વિરોધ થતો હોવા છતાં પીડિતાના અંતિમ સંસ્કાર કરાવી દીધાં. ગ્રામજનોના ઉગ્ર આક્રોશને કારણે ખૂબ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો.

ગેંગરેપ પીડિતા (hathras gang rape) નો મૃતદેહ રાત્રે 12:45 વાગ્યે હાથરસ પહોંચ્યો હતો. એમ્બ્યુલન્સને જ્યારે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લઇ જવાઇ રહી હતી તો લોકોએ તેને રોકી દીધી હતી. એમ્બ્યુલન્સ પીડિતાના ગામની નજીક રાત્રીના 2:35 વાગ્યા સુધી રોકાઇ રહી. પરંતુ રાત્રીએ 2:45 વાગ્યે વારંવાર અસફળ પ્રયાસ બાદ પોલીસે એમ્બ્યુલન્સને અંતિમ સંસ્કાર માટે રવાના કરી દીધી. ત્યાર બાદ પીડિતાના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યાં.

હકીકતમાં પીડિતા (hathras gang rape) ના પિતા અને ભાઈ સાથે ડીએમ અને એસપી હતાં. પીડિતાના મૃતદેહને લઈ એમ્બ્યુલન્સ ગામમાં પહોંચી ત્યારે લોકોએ રસ્તાઓ પર વિરોધ શરૂ કર્યો હતો. લોકો એમ્બ્યુલન્સની સામે રસ્તા પર સૂઈ ગયા હતાં. તેઓ કહેવા લાગ્યા કે, ‘અમને મારી નાખો પણ અમે અંતિમ સંસ્કાર નહીં થવા દઈએ. ગ્રામ્યજનોની પોલીસકર્મીઓ સાથે ધક્કામુક્કી પણ થઇ. વિરોધ કરનારાઓમાં મહિલાઓ અને પુરુષો તમામ શામેલ હતાં.

એસપી અને ડીએમ અંતિમ સંસ્કાર માટે પીડિતાના પિતાને સમજાવવામાં વ્યસ્ત હતાં. તે જ સમયે, માતાએ રડવાનું શરૂ કર્યું અને કહ્યું કે એક વાર પુત્રીનો મૃતદેહ ઘરે લઈ જવામાં આવે. અંતિમ સંસ્કાર માટે પોલીસ સબંધીઓને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ પરિવારના સભ્યો મૃતદેહને ઘરે લઈ જવામાં મક્કમ હતાં. પરિવારજનો ન હોતા માનતા. પરંતુ તેમ છતાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે પીડિતાના સવારે 2:45 કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં.

આ પણ વાંચો: બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આજે આવશે કોર્ટનો ચુકાદો, અયોધ્યામાં હાઈએલર્ટ