Gujarat Exclusive > દેશ-વિદેશ > હાથરસ કેસ પર યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા, કહ્યું- એવું દંડ મળશે જે ઉદાહરણ રજૂ કરશે

હાથરસ કેસ પર યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા, કહ્યું- એવું દંડ મળશે જે ઉદાહરણ રજૂ કરશે

0
184

લખનઉ: ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા ગુનાઓને લઇને યોગી સરકાર નિશાન પર છે. હાલમાં જ હાથરસ, બલરામપુર અને ભદોહીમાં જે પ્રકારની ઘટના બની છે તે પછી લોકોમાં ખૂબ જ ગુસ્સો છે. આરોપીઓને કડક સજા અપાવવાની માંગ થઇ રહી છે. આ વચ્ચે સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) ટ્વીટ કરી છે.

યોગી (CM Yogi Adityanath)એ ટ્વીટ કરીને જણાવ્યું કે,

“ઉત્તર પ્રદેશમાં માતાઓ-બહેનોના સન્માન-સ્વાભિમાનને નુકસાન પહોંચાડનારા વિચાર રાખનારાઓનું નાશ સુનિશ્ચિત છે. તેમને એવું દંડ મળશે જે ભવિષ્યમાં ઉદાહરણ પ્રસ્તુત કરશે. તમારી યૂપી સરકાર દરેક માતા-બહેનની સુરક્ષા અને વિકાસના હેતુ માટે સંકલ્પબદ્ધ છે. આ અમારુ સંકલ્પ છે-વચન છે.”

આ વચ્ચે એ પણ જાણકારી મળી રહી છે કે હાથરસના ડીએમ અને એસપી વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે. રિપોર્ટ મુજબ બંને અધિકારીઓ પર કાર્યવાહી થઇ શકે છે. જે પ્રકારે હાથરસ વહીવટી તંત્રએ આ સંપૂર્ણ કેસને હેન્ડલ કર્યુ છે તેનાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખૂબ જ નારાજ છે અને ટૂંક સમયમાં જ કાર્યવાહી આસાર જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી સાથે થયેલા ગેરવર્તન અંગે ભડક્યા શિવસેના નેતા સંજય રાઉત, લોકતંત્રનો ગેંગરેપ ગણાવ્યો

ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરે હાથરસની એક યુવતી સાથે ગેંગરેપ થયો હતો. આરોપ છે કે ગેંગરેપ પછી આરોપીઓએ યુવતીની જીભ કાપી નાંખી હતી અને મણકા તોડી દીધા હતા. પીડિતાની સ્થિતિ બગડતા તેમને દિલ્હીની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. મંગળવારે સવારે તેણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધી. રાજ્યની પોલીસ પર કેસ પર પોતુ વાળવામાં આવી રહ્યુ છે તેવા આરોપ લાગ્યા છે. હાથરસ કેસને લઇને વિપક્ષી પાર્ટીઓએ યૂપીની કાયદા વ્યવસ્થા પર સીએમ યોગી તથા વહીવટી તંત્રને આડે હાથે લીધા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.