Gujarat Exclusive > દેશ-વિદેશ > હાથરસ કેસ: આરોપીઓના સમર્થનમાં સ્વર્ણોની પંચાયત, CBI તપાસની માંગ

હાથરસ કેસ: આરોપીઓના સમર્થનમાં સ્વર્ણોની પંચાયત, CBI તપાસની માંગ

0
163

નવી દિલ્હી: હાથરસ ગેંગરેપ (Hathras Case)ની શિકાર યુવતીનો મેડિકલ રિપોર્ટ આવ્યા પછી આજે શુક્રવારે આરોપી પરિવારને ન્યાય અપાવવા માટે સ્વર્ણ સમાજના લોકો ધરણા પર બેઠા છે. તેઓ આરોપી પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે. ધરણાં પર બેસેલા લોકોનું કહેવું છે કે સમગ્ર કેસની SIT તપાસ યોગ્ય રીતે થવી જોઇએ. સાથે જ CBI તપાસની માંગ પણ કરવામાં આવી.

હાથરસમાં ધરણા પર બેઠેલા સ્વર્ણ લોકોનું કહેવું છે કે એસઆઈટી તપાસ નિષ્પક્ષ રીતે થવી જોઇએ. જો અમારા બાળકો દોષિત છે તો સજા જરૂર થવી જોઇએ. (Hathras Case)

પ્રદર્શનકારીઓનું પણ કહેવું છે કે કેસમાં કોઈ નિર્દોષ ના ફસાવવો જોઇએ અને દોષિત બચવો ના જોઇએ. હાથરસમાં પીડિતાના ગામ બુલગડીથી લગભગ 5 કિલોમિટરના અંતરે બઘના ગામમાં સ્વર્ણ સમાજના લોકોની આજે પંચાયત મળી હતી. જેમાં સ્વર્ણ સમાજના લોકો આરોપીઓના સમર્થનમાં છે. તેમનું કહેવું છે કે કેટલીક રાજકીય પાર્ટીઓ પોતાના સ્વાર્થ માટે આ કેસમાં આગમાં ઘી નાંખવા જેવું કામ કરી રહી છે. લોકોનું કહેવું છે કે હકીકત બહાર આવવી જોઇએ.

આ પણ વાંચો: હાથરસ કેસ: દિલ્હીના જંતર મંતર પર દેખાવો,પ્રિયંકા ગાંધી પહોંચ્યાં વાલ્મિકી મંદિર

પંચાયતમાં કહેવામાં આવ્યું છે કે યુવતીની મા અને ભાઈની પૂછપરછ કરવામાં આવે તો હકીકત સામે આવશે. જેમ તેમણે બાળકો પર આરોપ લગાવ્યા, તેઓ પાણી પીવડાવી રહ્યા હતા અને ઉલ્ટાનું તેમના પર જ આરોપ લગાવી રહ્યા છે. પોલીસ કેસમાં યોગ્ય રીતે તપાસ નથી કરી રહી. આ કેસની સીબીઆઈ તપાસ થવી જોઇએ. (Hathras Case)

પીડિતાના ઘરની ઘેરાબંદી

હાથરસના ગામ બઘનામાં ક્ષત્રિય મહાસભાની બેઠક ખતમ થયા પછી ક્ષત્રિય મહાસભાના અધ્યક્ષે જણાવ્યું કે જો બાળકો દોષી છે તો ફાંસી થવી જોઇએ. જો નિર્દોષ છે તો તેમને છોડી દેવામાં આવે.

આ પણ વાંચો: હાથરસઃ 200 Policeએ કરી પીડિતાના ઘરની ઘેરાબંધી, ફોન પણ બંધ કરી દીધા

દરમિયાન પોલીસે પીડિતાના ઘરની ઘેરાબંદી કરી છે. કોઇને ત્યાંથી નિકળવા દેવામાં નથી આવી રહ્યું. આજે પીડિતાના એક ભાઈ ખેતરના રસ્તે પોલીસકર્મીઓથી બચી ગામની બહાર મીડિયાકર્મીઓ પાસે આવ્યો અને તેણે આખી કહાણી વર્ણવી કરી. તેણે જણાવ્યું કે પરિવારને ધમકાવવામાં આવી રહ્યું છે.

તેણે સંદેશ પણ આપ્યું કે તેની ભાભી મીડિયાને મળવા માંગે છે અને કાલે ડીએમે તેના મોટા પપ્પાની છાતી પર લાત મારી હતી. તે મીડિયા સાથે વાત કરી રહ્યો હતો ત્યારે જ પોલીસકર્મીઓની નજર તેના પર પડી ગઇ હતી જેથી તે ખેતરના રસ્તે ત્યાંથી નિકળી ગયો હતો.