Gujarat Exclusive > દેશ-વિદેશ > હાથરસ કેસ: દિલ્હીના જંતર મંતર પર દેખાવો,પ્રિયંકા ગાંધી પહોંચ્યાં વાલ્મિકી મંદિર

હાથરસ કેસ: દિલ્હીના જંતર મંતર પર દેખાવો,પ્રિયંકા ગાંધી પહોંચ્યાં વાલ્મિકી મંદિર

0
161

જંતર મંતર ખાતે જિગ્નેશ મેવાણી, ભીમ આર્મી ચીફ ચંદ્ર શેખર આઝાદ, સ્વરા ભાસ્કર પહોંચી

નવી દિલ્હી: હાથરસ કેસ (Hathras Case)ને લઇને દિલ્હીના જંતર મંતર પર શુક્રવારની સાંજે મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન માટે ભેગી થઇ ગયા હતા.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થઇ શકે છે. બીજી ટર્મમાં મુખ્યમંત્રી બન્યા પછી અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત કોઇ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે. હાથરસ ગેંગરેપ કેસ (Hathras Case)માં જંતર-મંતર ખાતે પ્રદર્શનમાં વિપક્ષી પક્ષના લોકો પણ સામેલ થયા. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ દિલ્હી સ્થિત વાલ્મિકી મંદિરમાં પ્રાર્થના સભામાં પહોંચી હતી.

દિલ્હીના જંતર મંતર ખાતે સીપીએમ મહાસચિવ સીતારામ યેચૂરી અને સીપીઆઈ નેતા ડી. રાજા પણ પહોંચ્યા હતા. તે સિવાય આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ, જિગ્નેશ મેવાણી, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ, અભિનેત્રી સ્વરા ભાસ્કર પર પહોંચી છે.

આ પણ વાંચો: હાથરસમાં યુપી પોલીસની બેશરમીઃ TMC મહિલા સાંસદના બ્લાઉઝ પકડ્યા

જ્યારે હાથરસમાં દલિત યુવતી સાથે થયેલા બળાત્કારના કેસમાં પીડિત પરિવારને મળવા માટે નિકળેલી પ્રિયંકા ગાંધી વાડ્રા તથા રાહુલ ગાંધીને અધવચ્ચે રોક્યા બાદ હવે પ્રિયંકા ગાંધી દિલ્હીના વાલ્મિકી મંદિર પહોંચ્યાં હતા અને અહીં પ્રાર્થના સભામાં સામેલ થઇ. (Hathras Case)

પ્રિયંકા ગાંધીએ હાથરસ કેસમાં જણાવ્યું કે,

“પીડિત પરિવારને સરકાર તરફથી કોઇ મદદ નથી મળી. તેનો પરિવાર એકલતા અનુભવી રહ્યો હશે. અમે સરકાર પર રાજકીય દબાણકરીશું. અમારી યુવાન બહેન સાથે ન્યાય નથી થયો. અમે અમારી બહેનને ન્યાય અપાવીશું. જ્યાં સુધી તેને ન્યાય નહીં મળે અમે શાંત બેસીશું નહીં.”

આ પણ વાંચો: હાથરસઃ 200 Policeએ કરી પીડિતાના ઘરની ઘેરાબંધી, ફોન પણ બંધ કરી દીધા

નોંધનીય છે કે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે પણ હાથરસ ગેંગરેપ કેસ (Hathras Case)ના મામલે પ્રદર્શન માટે ઇન્ડિયા ગેટ પર એકત્રિત થવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ દિલ્હી પોલીસે ગુરુવારે ત્યાં ટોળાને ભેગા થવા પર પ્રતિબંધ લાદી દીધો હતો. તે પછી ચંદ્રશેખર આઝાદે જણાવ્યું કે આંદોલનને 3 કિમી દૂર જંતર મંતર ખાતે સ્થળાંતરિત કરી દેવામાં આવ્યું. પ્રદર્શન પહેલા ઇન્ડિયા ગેટ પર થવાનો હતું. ભીમ આર્મીના પ્રદર્શનકારીઓ પણ જંતર-મંતર ખાતે સામેલ થઇ શકે છે.