Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું લવ જેહાદ કાયદો દેશમાં માત્ર નફરત ફેલાવવા માટે લાવવામાં આવ્યો છે?

શું લવ જેહાદ કાયદો દેશમાં માત્ર નફરત ફેલાવવા માટે લાવવામાં આવ્યો છે?

0
29

વર્તમાન સમયમાં તમે હિન્દૂ-મુસ્લિમ એકતાની વાત કરી શકો નહીં. કદાચ કરો તો દેશદ્રોહી બની શકો છો. કેમ કે સત્તા ઉપર બેસેલા લોકો જ હિન્દુ અને મુસ્લિમોને એકબીજાથી દૂર કરનારા નિવેદન આપી રહ્યાં છે. સત્તામાં બિરાજમાન લોકો ઈચ્છતા નથી કે, હિન્દૂ-મુસ્લિમો વચ્ચે શાંતિ સ્થાપિત થાય. સમૃદ્ધિ એટલે વિકાસ ક્યારે શક્ય બને જ્યારે દેશ એક બનીને રહે, દેશમાં રહેતા બધા જ લોકો એકબીજાથી પ્રેમ કરતાં હોય, ના કે એકબીજાના દુશ્મન બની બેસે.

જોકે, જ્યારે સત્તા જ લોકોને એકબીજાના દુશ્મન બનાવવા બેસી હોય ત્યારે સમજવા જેવું રહ્યું કે, આમાં વિકાસ કોનો થઈ રહ્યો છે. દેશમાં બે ધર્મના લોકોને દૂર કરવા માટે લવ-જેહાદ અને અશાંત ધારા જેવા કાયદાઓ બનવવામાં આવ્યા છે.

હિન્દૂ ખતરામાં છે. મુસ્લિમ છોકરાઓ ષડયંત્ર હેઠળ હિન્દુઓની છોકરીઓને ફોસલાવીને લગ્ન કરી રહ્યાં છે, લગ્નના નામ પર તેમનો ધર્મ પરિવર્તન થઈ રહ્યો છે. લવ જેહાદ (Love Jihad) કરી રહ્યાં છે. હિન્દુ ધર્મ પર આના પર સખ્ત કાયદાઓ બનાવ્યા છે. નવેમ્બર 2020માં યૂપી સરકાર આવી જ દલીલો સાથે ધર્માંતરણ વિરોધી કાયદાઓને લઈને આવી.

તે જાણવું રસપ્રદ રહેશે કે એક વર્ષ પછી આ કાયદા હેઠળ કેટલા લોકોને સજા મળી? યૂપી સરકારનો એક વર્ષનો ડેટા જોઈશું તો પ્રશ્ન ઉઠશે કે શું લવ જેહાદ માત્ર કપોલ કલ્પનના છે?

ઉત્તર પ્રદેસ પોલીસ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર નવેમ્બર 2020માં ઓગસ્ટ 2021 સુધી આખા પ્રદેશમાં લવ જિહાદ કાયદા હેઠળ કુલ 108 કેસ નોંધાયેલા છે.

સત્ય તે છે કે, આમાંથી એકપણ કેસમાં અત્યાર સુધી કોઈ જ આરોપી સાબિત થયું નથી. કોઈ કેસમાં તપાસ ચાલી રહી છે તો કોઈ કોર્ટમાં પેન્ડીંગ છે.

વિસ્તારપૂર્વક સમજો?

આ 108 કેસોમાં 257 આરોપીઓના નામ નોંધાયા અને 83 નામ તપાસ દરમિયાન પ્રકાશમાં આવ્યા. ઉત્તર પ્રદેશમાં કુલ કેસોમાંથી 31 કેસ એવા પણ છે, જેમાં આરોપી સગીર એટલે 18 વર્ષથી ઓછી ઉંમરના છે.

આ કેસોમાં અત્યાર સુધી 189 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. 56 લોકો એવા છે જેમને આ કેસોમાં ખોટી રીતે ફસાવવામમાં આવ્યાનું બહાર આવ્યું છે. 72 કેસોમાં ચાર્જશીટ દાખલ થઈ છે. 24 કેસોમાં તપાસ ચાલું છે અને 11 કેસોમાં પોલીસ પૂરાવા જ રજૂ કરી શકી નથી. એ કેસોમાં યૂપી પોલીસ ક્લોજર રિપોર્ટ લગાવી ચૂકી છે.

ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણના આ કાયદાઓ હેઠળ બરેલી જોનમાં સૌથી વધારે- કુલ 28 કેસ નોંધાયા છે. બીજા નંબર પર મેરઠ જોન રહ્યું જ્યાં 25 કેસ નોંધાયા હતા.

એટલે લવ જેહાદ અંગે આટલો શોર-શરાબો કરી મૂક્યો હતો, તેમાં યૂપી પોલીસ એક પણ વ્યક્તિ ઉપર આરોપ સાબિત કરી શકી નથી.

કરિયર અથવા ગૃહસ્થીની ચિંતા કરવાની જગ્યાએ તેમની દિવસ કોર્ટ-કચેરીના ચક્કર કાપવામાં જ જતા રહે છે. અસલમાં આવા લોકો માટે ન્યાય મેળવવાની પ્રક્રિયા જ સજા બની ગઈ છે.

કાયદા સામેની લડાઉ ઉપરાંત તેમને એક લડાઈ હિન્દૂ ધર્મના કથિત ઠેકેદારો સામે પણ લડવી પડી રહી છે. સ્વઘોષિત ધર્મ રક્ષકો દ્વારા કોઈને કોર્ટ પરિસરથી ઉઠાવી લેવામાં આવે છે તો કોઈને પોલીસની સામે પ્રતાડિત કરવામાં આવે છે.

યૂપીમાં કથિત લવ જેહાદનો કાયદો બન્યા પછી અન્ય પણ રાજ્ય તેને સ્વીકારી રહ્યાં છે. પરંતુ યૂપીમાં આ કાયદાઓ હેઠળ નોંધાયેલા કેસોની સ્થિતિને જોઈને સંપૂર્ણ કાયદાનું ઔચિત્ય અને સરકારની નિયત પર ગંભીર પ્રશ્ન ઉઠે છે. જણાવી દઈએ કે ગુજરાત પણ લવ જેહાદના કાયદાની ચપેટમાં આવી રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat