Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાનો કહેર: ગુરુગ્રામ-ફરિદાબાદ સહિત હરિયાણાના 9 જિલ્લાઓમાં વીકેન્ડ લૉકડાઉન

કોરોનાનો કહેર: ગુરુગ્રામ-ફરિદાબાદ સહિત હરિયાણાના 9 જિલ્લાઓમાં વીકેન્ડ લૉકડાઉન

0
21

ચંદીગઢ: કોરોનાના સતત વધી રહેલા પોઝિટિવ કેસોને ધ્યાનમાં રાખીને હરિયાણાના 9 જિલ્લાઓમાં વીકેન્ડ લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. જે તત્કાલ પ્રભાવથી લાગૂ થઈ ગયું છે. વીકેન્ડ લૉકડાઉન શુક્રવારે રાતથી 3 મે સવારે 5 વાગ્યા સુધી અમલી રહેશે. Weekend Lockdown

જે જિલ્લાઓમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું છે, તેમાં પંચકુલા, ગુરુગ્રામ, ફરિદાબાદ, હિસ્સાર, સોનીપત, રોહતક, કરનાલ, સિરસા અને ફતેહાબાદનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. Weekend Lockdown

હરિયાણા સરકારના જાહેરનામા મુજબ, તમામ લોકોને લૉકડાઉનનું પાલન કરવા અને ઘરોમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન બિનજરૂરી અવરજવર પર રોક રહશે. જો કે ઈમરજન્સી સર્વિસ, કોર્પોરેશનની કચેરી, સ્વાસ્થ્ય સેવાઓ, વીજ વિભાગ, ફાયર બ્રિગેડ અને મીડિયા કર્મચારીઓ તેમને કોવિડ ડ્યૂટી સાથે સંકળાયેલા લોકો અને અન્ય જરૂરી સેવામાં લાગેલા તમામ સરકારી અને ખાનગી કર્મચારીઓને છૂટ રહેશે. લોકડાઉન દરમિયાન આ તમામ લોકોને પોતાનું આઈડી કાર્ડ સાથે રાખવું પડશે.

આ પણ વાંચો:  1 મેથી ગુજરાતના 10 જિલ્લાઓમાં 18થી વધુ વયના લોકોને અપાશે વૅક્સિન, CM રૂપાણીની જાહેરાત Weekend Lockdown

અગાઉ ખટ્ટર સરકારે ગુરુવારે રાજ્યની તમામ ખાનગી અને સરકારી કોલેજો, કોચિંગ સેન્ટર, આઈટીઆઈ, લાઈબ્રેરીને 31 મે સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આવનારી તમામ આંગણવાડી કેન્દ્રો પણ 31 માર્ચ સુધી બંધ રહેશે.

જણાવી દઈએ કે, હરિયાણામાં કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. ખાસ કરીને દિલ્હી સાથે સંકળાયેલા ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપતમાં કોરોના સંક્રમણની સ્થિતિ બેકાબૂ બનતી જઈ રહી છે. હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યાં. કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે રાજ્ય સરકારે આ પગલુ ભર્યું છે. ગઈકાલે જ રાજ્યમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 13,947 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે વધુ 97 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat