ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાતમાં ચૂંટણી પહેલા હાલ રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવિસ છે. ગુજરાત ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરનાં રોજ થવાનું છે. ત્યારે આજે ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ હોવાથી કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
Advertisement
Advertisement
વડાપાંવની લારી પરથી વડાપાંવ ખાધા પછી હર્ષ સંઘવી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. તે દરમિયાન કાર્યકર્તાઓએ પણ નાસ્તાની રમઝટ બોલાવી હતી. ફોર્મ ભરતા પહેલા હર્ષ સંઘવીએ સી.આર. પાટીલનાં આશીર્વાદ પણ લીધા હતા. હર્ષ સંઘવીએ ફોર્મ ભરતા પહેલા મજુરાનાં લોકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતુ કે, તમે 27 વર્ષે મને સેવાની તક આપી તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરૂ છું. તે ઉપરાંત તેમને કહ્યું કે, હું મજુરાનો દીકરો બનીને રહ્યો છું. કોંગ્રેસે મને બાળક ગણાવ્યો હતો પરંતુ તમે મારામાં વિશ્વાસ મુક્યો તે બદલ તમારો આભાર.
ગુજરાત કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 નામ જાહેર કર્યા હતા અત્યાર સુધીમાં ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ કુલ 143 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. તો બીજેપીએ પોતાના 166 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે, તેમાં પણ અનેક ડખા ઉભા થતાં અમિત શાહે ડેમેજ કંટ્રોલ કરી રહ્યાં છે.
ભાજપની પરંપરાગત બેઠક પર ભાજપને ટિકિટ બદલવાની ફરજ પડી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. વઢવાણ બેઠક પર બ્રાહ્મણ સમાજના અને વર્ષ 2007થી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે જીજ્ઞા પંડ્યાને ભાજપે વઢવાણ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. પરંતુ રવિવારે તેમણે એકાએક ચૂંટણી ન લડવાનું જણાવતા આ બેઠક પરથી ઉમેદવાર બદલી નાખી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાને ટિકિટ આપી દેવામાં આવી છે.
Advertisement