Gujarat Exclusive > દેશ-વિદેશ > 65 વર્ષની વયે પૂર્વ સૉલિસિટર જનરલ હરીશ સાલ્વે કરશે બીજા લગ્ન

65 વર્ષની વયે પૂર્વ સૉલિસિટર જનરલ હરીશ સાલ્વે કરશે બીજા લગ્ન

0
148
  • કુલભૂષણ જાધવ સહિત અનેક ઈન્ટરનેશનલ કેસોમાં ભારત સરકાર વતી લડી ચૂક્યાં છે સાલ્વે

Harish Salve Marriage: ભારતના પૂર્વ સૉલિસિટર જનરલ અને જાણીતા વકીલ હરીશ સાલ્વે 65 વર્ષની વયે બીજા લગ્ન કરવા જઈ રહ્યાં છે. સાલ્વે આગામી સપ્તાહે બ્રિટનની એક ચર્ચમાં કૈરોલિન બ્રોસર્ડ (Harish Salve Wife) સાથે મેરેજ કરવાના છે. હરીશ સાલ્વે અને કેરોલિનના આ બીજા લગ્ન છે.

અગાઉ હરીશ સાલ્વેએ મીનાક્ષી સાલ્વે (Harish Salve Wife) સાથે લગ્ન કર્યાં હતા. 38 વર્ષ સુધી બન્ને સાથે રહ્યાં હતા અને તેમને બે દીકરીઓ પણ છે. ગત મહિને જ હરીશ સાલ્વે અને મીનાક્ષી સાલ્વેના ડાયવૉર્સ (Harish Salve Divorce) થયા છે.

જણાવી દઈએ કે, કૈરોલિન સાથે લગ્ન (Harish Salve Wife) કરવા માટે હરીશ સાલ્વે ધર્મ પરિવર્તન કરીને ઈસાઈ ધર્મઅંગીકાર કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાલ્વે છેલ્લા બે વર્ષોથી નોર્થ લંડનની એક ચર્ચમાં જતા રહે છે. હરીશ સાલ્વેની જેમ જ કૈરોલિનના પણ એક વખત લગ્ન (Harish Salve Marriage) થઈ ચૂક્યા છે અને તેની પણ એક પુત્રી છે. 56 વર્ષની કૈરોલિન વ્યવસાયે કલાકાર છે.

હરીશ સાલ્વે કુલભૂષણ જાધવ સહિત અનેક ઈન્ટરનેશનલ કેસોમાં ભારત સરકારનો પક્ષ રજૂ કરી ચૂક્યાં છે. આ સિવાય દેશના જાણીતા ઉદ્યોગપતિઓ અને કંપનીઓ જેમ કે વોડાફોન, રિલાયન્સ ,મુકેશ અંબાણી વગેરે સાથે સંકળાયેલ કેસોમાં પણ વકીલ તરીકે કોર્ટમાં દલીલો કરી ચૂક્યાં છે.

આ પણ વાંચો: ગુજરાત: 24 કલાકમાં 919 લોકો કોરોનાથી સંક્રમિત, રિકવરી રેટ 89.46% પર પહોંચ્યો

જણાવી દઈએ કે, બ્રિટન અને વેલ્સની કોર્ટ માટે હરીશ સાલ્વેને ત્યાંના મહારાણીના વકીલ પણ નિયુક્ત કરવામાં આવી ચૂક્યાં છે. બ્રિટનના ન્યાય મંત્રાલયે 16 માર્ચ 2020માં તેમને નિમણૂંક આપી હતી. જે વકીલોમાં વકીલાતનું વિશેષ કુશળતા હોય, તેમને બ્રિટનની મહારાણીના વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, હરીશ સાલ્વેની (Harish Salve Marriage) એક દિવસની ફી 30 લાખ રૂપિયા છે, પરંતુ જાધવનો કેસ તેમણે માત્ર 1 રૂપિયામાં લડ્યો હતો. તેઓ 1999 થી 2002 સુધી દેશના સોલિસિટર જનરલ રહી ચૂક્યા છે. તેમના પિતા એનકેપી સાલ્વે પૂર્વ કોંગ્રેસ સાંસદ હતા. એપ્રિલ 2012માં જ તેમનું નિધન થઈ ગયું હતું.

► હરીશ સાલ્વે વિશે જાણો
નામ: હરીશ સાલ્વે
ઉંમર: 64 વર્ષ
જન્મ: 22 જૂન,1955 (ધૂલે, મહારાષ્ટ્ર)
શિક્ષા: બી.કૉમ, LLB
અનુભવ: 31 વર્ષ
પુરસ્કાર: પદ્મ ભૂષણ
હૉબી: સંગીત, પિયાનો વગાડવો

► જાણીતા કેસો
કુલભૂષણ જાધવ કેસ
હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનની પૈરવી
ટેક્સ વિવાદમાં વોડાફોનની પૈરવી

► ક્યાં-ક્યાં લડે છે કેસ
સુપ્રીમ કોર્ટ
દેશની તમામ હાઈકોર્ટ
ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ
કોર્ટની ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ