Gujarat Exclusive > રાજનીતિ > હરીશ રાવતના અમરિંદર પર પ્રહાર, ભાજપનું મુખોટુ ના બને કેપ્ટન; ખેડૂત અને પંજાબ વિરોધીઓની મદદ ના કરો

હરીશ રાવતના અમરિંદર પર પ્રહાર, ભાજપનું મુખોટુ ના બને કેપ્ટન; ખેડૂત અને પંજાબ વિરોધીઓની મદદ ના કરો

0
62

નવી દિલ્હી: કોંગ્રેસના અપમાનિત કરવાના નિવેદન પર રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને પંજાબના ઇન્ચાર્જ હરીશ રાવતે કેપ્ટન અમરિંદર સિંહ પર પ્રહાર કર્યા છે.
રાવતે રહ્યુ કે કેપ્ટન અમરિંદર સિંહે અત્યાર સુધી જે વાતો કરી છે, તેની પર ફરી વિચાર કરે. પંજાબ અને ખેડૂત વિરોધી ભાજપને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે મદદ ના પહોચાડે. ભાજપની તેમણે મુખોટો બનાવવાનો પ્રયાસને નકારે, તેમણે કહ્યુકે કોંગ્રેસે અત્યાર સુધી અમરિંદરનું સમ્માન બનાવી રાખવા માટે બધુ કર્યુ. હવે જે પણ નિર્ણય લેવામાં આવ્યા છે, તે આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જીતની સંભાવના વધારવા માટે છે.

ચંદીગઢથી દિલ્હી રવાના થયા CM ચન્ની

પંજાબ કોંગ્રેસમાં વિવાદને શાંત નથી થઇ રહ્યો. ગુરૂવારે મીટિંગ બાદ સિદ્ધૂને મનાવવાનો ફૉર્મૂલા નીકળી ગયો હતો. હવે અચાનક CM ચરણજીત ચન્ની દિલ્હી રવાના થઇ ગયા છે. જ્યા તેમની સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત થઇ શકે છે. આ દરમિયાન સાંજે 4 વાગ્યે તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત થશે. જેમાં તે કૃષિ સુધાર કાયદો પરત લેવા, પાક ખરીદીમાં મોડુ ના કરવા અને કરતારપુર કોરિડોર ખોલવાની માંગ પણ કરશે.

બીજી તરફ, નવજોત સિંહ સિદ્ધૂના પંજાબ કોંગ્રેસમાં પ્રધાન પદથી રાજીનામા બાદ CM ચન્નીની કોંગ્રેસ હાઇકમાન સાથે આ પ્રથમ મીટિંગ છે. ચર્ચા છે કે સિદ્ધૂને મનાવવા માટે જે રસ્તો કાઢવામાં આવ્યો, તેની સરકારની મુશ્કેલી વધી શકે છે. જનતા વચ્ચે પણ સરકારને લઇને ખોટી છબી જઇ શકે છે. આ મામલે પણ CM ચન્ની દિલ્હી પ્રવાસમાં હાઇકમાન આગળ ઉઠાવી શકે છે.

મંત્રી પરગટ સિંહનો દાવો- સિદ્ધૂ જ રહેશે પ્રધાન

આ પહેલા કેબિનેટ મંત્રી પરગટ સિંહે જાલંધરમાં દાવો કર્યો કે આ કેસ હલ થઇ ચુક્યો છે. નવી સરકારથી ભૂલ થઇ જાય છે, તેને દૂર કરો. આ સિવાય એક કમિટી બની રહી છે, જે નવા જૂના તમામ નિર્ણયનું વિશ્લેષણ કરશે.

આ પણ વાંચો: કચરામુક્ત બનશે શહેર, PM મોદીએ જણાવ્યો શું હશે પ્લાન

આ ફોર્મૂલા કાઢવામાં આવ્યો

પંજાબ કોંગ્રેસના પ્રધાન પદેથી નવજોત સિદ્ધૂના રાજીનામામાં ઉલઝેલી કોંગ્રેસે સિદ્ધૂની નારાજગી દૂર કરવાનો રસ્તો કાઢી લીધો છે. આ ફોર્મૂલા કઇક એવો છે કે ના તો સિદ્ધૂએ ઝુકવુ પડે અને ના તો સરકારે. સિદ્ધૂ પંજાબ કોંગ્રેસના પ્રધાન બનેલા રહેશે અને સરકારના મોટા નિર્ણયમાં તેમની દખલ રહેશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat