Gujarat Exclusive > ગુજરાત > ખેડૂતોના પ્રદર્શન પર હાર્દિક પટેલનું ટ્વિટ, સરકારે સમાધાન શોધવુ જોઇએ

ખેડૂતોના પ્રદર્શન પર હાર્દિક પટેલનું ટ્વિટ, સરકારે સમાધાન શોધવુ જોઇએ

0
213

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતો 62 દિવસથી દિલ્હીમાં પ્રદર્શન કરી રહ્યા છે. 26 જાન્યુઆરીએ ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર બની ગયુ હતું. ખેડૂતો પ્રદર્શન કરતા લાલ કિલ્લા સુધી પહોચી ગયા હતા અને ત્યા સંગઠને પોતાનો ધ્વજ લહેરાવ્યો હતો. ખેડૂતોના પ્રદર્શનને લઇને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વિટ કરી શાંતિની અપીલ કરી હતી. Hardik Patel

હાર્દિક પટેલે ટ્વિટ કરતા લખ્યુ, “હિંસા એ કોઇ પણ આંદોલનનું સમાધાન નથી પરંતુ સરકારે શાંતિપૂર્ણ આંદોલનનું કોઇ સમાધાન શોધવુ જોઇએ. ખેડૂત બે મહિનાથી શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા, ત્યારે ખેડૂતોની વાતને સમજવી જોઇતી હતી. અત્યારની સ્થિતિમાં ખેડૂતો નહી અસામાજિક લોકો સામેલ છે, સરકાર ખેડૂત આંદોલનને બદનામ કરવા માંગે છે.” Hardik Patel

આ પણ વાંચો: લાલ કિલ્લા પર જ્યા PM લહેરાવતા હતા તિરંગો, ત્યા ખેડૂતે પોતાનો ધ્વજ લહેરાવ્યો Hardik Patel

પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા

ખેડૂતો કેટલીક જગ્યાએ બેરિકેડ્સ તોડીને દિલ્હીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે બાદ તેમણે રોકવા માટે દિલ્હી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ગુસ્સે થયેલો એક ખેડૂત તલવાર લઇને પોલીસ પાછળ દોડ્યો હતો. અક્ષર ધામ મંદિર પાસે એનએચ 24 પર પોલીસે ખેડૂતોને રોકવા માટે બેરિકેડિંગ લગાવી હતી. કેટલાક ખેડૂતોના જથ્થાએ ટ્રેક્ટર સાથે બેરિકેડિંગ તોડીને દિલ્હી તરફ ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ટિયર ગેસના સેલ છોડી તેમની પર લાઠીચાર્જ કર્યો હતો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9