Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > હાર્દિકની ખોડલધામના પ્રમુખ સાથે મુલાકાત, રાજકારણ ગરમાયું

હાર્દિકની ખોડલધામના પ્રમુખ સાથે મુલાકાત, રાજકારણ ગરમાયું

0
340

ગુજરાતની 26 લોકસભા બેઠકો ઉપર આવતી કાલે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે અને પ્રચાર પડઘમ શાંત થયા છે, ત્યારે કોંગ્રેસ નેતા અને ખોડલધામ પ્રમુખ અને પાટીદાર અગ્રણી વચ્ચે રાજકોટમાં મુલાકાત થઈ હતી. જેને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાના પગલે પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત હાર્દિક પટેલનો ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં અમદાવાદના નિકોલમાં યોજાયેલી હાર્દિક પટેલની જાહેર સભામાં અલ્પેશ કથિરીયાના સમર્થકોએ ધમાલ મચાવી હતી. આ ઉપરાંત ‘પાસ’ના કન્વીનર દિલીપ સાબવાએ પણ હાર્દિક પટેલ પર સંગીન આક્ષેપો કર્યા હતા. વળી, આવતી કાલે મતદાન યોજાવાનું હોવાથી હાર્દિક પટેલની પાટીદાર અગ્રણી સાથેની મુલાકાત મહત્વની બની જાય છે.

જો કે હાર્દિક પટેલ અને નરેશ પટેલ બન્ને ઔપચારીક મુલાકાત જણાવી રહ્યા છે. તેઓ રાજકારણ વિશે કોઈ ચર્ચા કરવામાં આવી નહી હોવાનું જણાવી રહ્યા છે. જો કે હવે બન્નેની મુલાકાતની રાજકારણમાં શું અસર થાય છે? તે તો આગામી સમય જ બતાવશે.