ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ટિકિટની યાદીમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા સહિત કેટલાક ખાસ નામ સામેલ છે પરંતુ આ વખતે વધુ ચર્ચા પાટીદાર નેતા હાર્દિક પટેલની થઇ રહી છે.
Advertisement
Advertisement
2017 વિધાનસભા ચૂંટણીના પરિણામ
વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડૉક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાનમાં હતા પરંતુ તેમણે કોંગ્રેસના ભરવાડ લાખાભાઇ ભીખાભાઇના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને 76 હજાર 178 મત મળ્યા હતા જ્યારે ભાજપને 69 હજાર 630 મત મળ્યા હતા.
વર્ષ 2012 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પટેલ પ્રાગજીભાઇ નારણભાઇ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમણે ચૂંટણીમાં 67 હજાર 947 મત મળ્યા હતા પરંતુ કોંગ્રેસની ટિકિટ પર મેદાનમાં ઉતરેલી પટેલ તેજશ્રીબેન દિલીપકુમારે 84 હજાર 930 મત મેળવીને જીત મેળવી હતી. જોકે, 2007 ચૂંટણી ભાજપના નામે રહી હતી અને ભાજપના રાઠોડ કમાભાઇ ગાગજીભાઇએ કોંગ્રેસના કોળી પટેલ જગદીશ સોમભાઇને હરાવ્યા હતા.
આ પણ વાંચો: Gujarat Assembly election 2022: શાહ-મોદીની નવી રણનીતિ; નવા ચહેરાઓ પર દાવ 25 દિગ્ગજ નેતાઓને ગૂડબાય
હાર્દિક પટેલની રણનીતિ
જૂનમાં ભાજપમાં સામેલ થયેલા હાર્દિક પટેલે કહ્યુ હતુ, રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજ હિતની ભાવના સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઇ રહ્યો છું. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં નાનો સિપાહી બનીને કામ કરીશ.
જૂનમાં જ તેમણે ભાજપમાં આવવા પર પોતાની રણનીતિની જાણકારી આપી હતી, તેમણે કહ્યુ હતુ કે તે કોંગ્રેસના ધારાસભ્યને દૂર કરવા માટે અભિયાન શરૂ કરશે, જેની હેઠળ તે દરરોજ 10 દિવસમાં કાર્યક્રમનું આયોજન કરશે જેમાં ધારાસભ્ય સહિત કોંગ્રેસ નેતાઓને ભાજપમાં સામેલ થવા માટે કહેશે.
Advertisement