Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની થઇ ધરપકડ, બે રાતો વિતાવવી પડશે જેલમાં

રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની થઇ ધરપકડ, બે રાતો વિતાવવી પડશે જેલમાં

0
797

હાર્દિક પટેલની પોલીસે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરી લીધી છે. મળી રહેલી જાણકારી અનુસાર કેસની સુનાવણી દરમિયાન વારં-વાર કોર્ટની સૂચના છતાં હાર્દિક પટેલ હાજર નથતાં અમદાવાદ સેશન કોર્ટે બીન જામીન પાત્ર વોરંટ ઈશ્યૂ કર્યો હતો. વોરંટ જાહેર થયાના છ કલાકમાં જ પોલીસ હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવી છે.

મળી રહેલી જાણકારી અનુસાર, હાર્દિક પટેલ અમદાવાદમાં ચાલી રહેલા 2015ના રાજદ્રોહના કેસની સુનાવણી દરમિયાન હાજર ન થતાં કોર્ટે બિનજામીન પત્ર વોરંટ ઈશ્યૂ કર્યું હતું. તેવામાં પોલીસે હાર્દિક પટેલની વિરમગામની હાંસલપુર ચોકડી પાસેથી રાજદ્રોહના કેસમાં ધરપકડ કરી લીધી છે.  આવતી કાલે રવિવાર હોવાના કારણે હાર્દિક પટેલને બે રાત કસ્ટડીમાં વિતાવવા પડી શકે છે.

ઉલ્લેખનિય છે કે, 2015માં પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલની આગેવાનીમાં અમદાવાદમાં એક મોટી જનસભા થઇ હતી. જે સભામાં ગુજરાતભરમાંથી પટેલ સમાજના લોકો એકઠા થયા હતા, પરંતુ સાંજ પડતાની સાથે જ પોલીસે પરવાનગી ના હોવાના કારણે પહેલા પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરી હતી, પરંતુ કોઇ સમાધાન ના મળતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તે દરમિયાન હાર્દિક પટેલની ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાર્દિકની ધરપકડ બાદ ગુજરાતભરમાં હિંસા ફેલાઇ હતી અને તે મામલાને લઇને પોલીસે હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો.