Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > હાર્દિક પંડ્યાનું IPLમાં ખરાબ પ્રદર્શન, T-20 WCમાંથી થઇ શકે છે OUT

હાર્દિક પંડ્યાનું IPLમાં ખરાબ પ્રદર્શન, T-20 WCમાંથી થઇ શકે છે OUT

0
53

મુંબઈ IPL 2021માં મુંબઇ ઇન્ડિન્સની સફર પૂર્ણ થઇ ગઇ છે. આ સાથે ટી-20 વર્લ્ડકપની ટીમમાં સ્થાન મેળવી ચુકેલા મુંબઇ ઇન્ડિયન્સની ખેલાડીઓના ફોર્મ અંગે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. કપ્તાન રોહિત શર્મા સાથે હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, રાહુલ ચહર અને જસપ્રિત બુમરાહ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.

જોકે હવે કેટલાક ખેલાડીઓ ફોર્મ અને ફિટનેસની બાબતમાં ઝઝુમી રહ્યાં છે. તેમાં ખાસ કરીને હાર્દિક પંડ્યા અંગે સૌથી વધુ ચર્ચા થઇ રહી છે. શું હાર્દિક પંડ્યા વર્લ્ડ કપની ટીમમાં સ્થાન જાળવી રાખે તેવી ફિટનેશ અને ફોર્મ ધરાવે છે તેવા પ્રશ્નો ક્રિકેટ જગતમાં શરૂ થયા છે.

હાર્દિક પંડ્યાને ટીમની બહાર કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. IPLમાં ખરાબ પ્રદર્શનને કારણે સિલેક્ટર્સ દ્વારા ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. બેટિંગમાં હાર્દિક પંડ્યા સતત નિષ્ફળ રહ્યો. તેણે IPLમાં માત્ર 127 રન બનાવી શક્યો છે. આ ઉપરાંત IPLમાં તેણે બોલિંગ પણ કરી ન હતી. પ્રદર્શનને આધારે હાર્દિક પંડ્યાની ટીમમાં કોઇ જગ્યા બનતી નથી. તેની સામે શ્રેયસ ઐયર અને હર્ષલ પટેલ જેવા શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવા માટે માગ ઉઠી રહી છે.

મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ પણ હાર્દિક પંડ્યાના રમવા અંગે શંકાસ્પદ નિવેદન આપ્યું છે. રોહિતે જણાવ્યું કે, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આ વખતે એક પણ બોલ નથી ફેંક્યો. રોહિતના નિવેદનથી માની શકાય છે કે, હાર્દિકને જે કામ માટે ટીમમાં જગ્યા આપી છે તે કામ તે નથી કરી રહ્યો તો પછી ટીમમાં તે સ્થાન જાળવી શકશે કે નહી તે એક પ્રશ્ન છે.

હાર્દિક પંડ્યાને અંતિમ ઓવરોમાં ફટકાબાજી કરવા માટે જાણીતો છે અને IPL 2021માં તેના આ તેવર દેખાયા નથી. આ ઉપરાત તે પાંચમા બોલર તરીકે ટીમમાં સ્થાન મેળવવા હકદાર ગણાય છે પરંતુ હાર્દિક પંડ્યા બોલિંગ નથી કરી રહ્યો તો પછી માત્ર બેટસમેન તરીકે ટીમમાં સ્થાન મેળવવા માટે અનેક યુવા ખેલાડીઓ દાવો ઢોકી રહ્યાં છે કે જેમણે IPLમાં પોતાની બેટિંગથી દર્શકો અને ટીમ સિલેક્ટરોને પ્રભાવિત કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે, ટીમ સિલેક્ટરો ટીમના આ ખેલાડી પર ભરોશો જતાવે છે કે પછી પંડ્યાને રિલ્પેસ કરી અન્ય ખેલાડીને તક આપવામાં આવી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat