Gujarat Exclusive > યુથ > મનોરંજન > ખાલિસ્તાન સમર્થકો સાથે હાર્ડ કૌરે PM મોદી અને અમિત શાહને આપી ચિમકી

ખાલિસ્તાન સમર્થકો સાથે હાર્ડ કૌરે PM મોદી અને અમિત શાહને આપી ચિમકી

0
171

રૈપર હાર્ડ કૌર પોતાના નવા વીડિયોથી ફરી વાર ચર્ચામાં આવી છે. હાર્ડ કૌરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હાર્ડ કૌર ખાલિસ્તાન સમર્થકોની સાથે જોવા મળી રહી છે, જેમાં હાર્ડ કૌર PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ અપશબ્દો બોલી રહી છે.

આ વીડિયો લંડનમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે, જેમાં હાર્ડ કૌર ખાલિસ્તાન સમર્થકોની સાથે ઉભી રહીને ભારત સરકારને ભાંડી રહી છે.

જોકે હાર્ડ કૌરના વિવાદો સાથે જૂના સંબંધો રહ્યાં છે. 2 મહીના અગાઉ પણ RSSના પ્રમુખ મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવા બદલ તેના વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

પોલીસે FIR અને આઈટી એક્ટની કલમ 124A (દેશદ્રોહ) 153A (ધર્મના આધાર પર વિભિન્ન સમૂહો વચ્ચે શત્રુતાને પ્રોત્સાહન આપવુ) 500 (માનહાની), 505( સાર્વજનિક દુર્વ્યવહાર) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

હાર્ડ કૌર પોતાના નવા વીડિયોમાં આ કેસનો ઉલ્લેખ કરીને PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને પણ પડકાર આપી રહી છે. હાર્ડ કૌર કહે છે કે, મારા વિરુદ્ધ કેસ ચાલે છે. મારા પરિવારના સભ્યોને ધમકી આપવામાં આવી રહી છે, પરંતુ હું કોઈથી ડરતી નથી.

PM મોદી સાથે શૂટિંગ માટે ડિસ્કવરી ચેનલે જિમ કૉર્બેટને કેટલા રૂપિયા આપ્યા?