Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે ફોર લેન રસ્તો બની ગયો, ખેડુતોને વળતર માટે વલખા

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે ફોર લેન રસ્તો બની ગયો, ખેડુતોને વળતર માટે વલખા

0
82

ફોર લેન રસ્તો બનાવવા સરકારે ખેડૂતોના ઉભા પાક કાપી જમીન લઈ લીધી, હવે ધરતીપુત્રો હેરાન

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્રવાસીઓને આવવામાં અગવડ ન પડે એ માટે સરકારે ફોર લેન રસ્તાઓ તો બનાવી દીધા છે.પણ રસ્તા બનાવવા ખેડૂતોએ આપેલી જમીનના વળતર માટે ખેડૂતોએ હાલ વલખા (Harassing farmers in SOU) મારવાનો સમય આવ્યો છે.

રાજપીપળા પ્રાંત કચેરી અને નેશનલ હાઈવેના અધિકારીઓની આળસ ભરી નીતિને લીધે આજે જગતનો તાત હાલાકી વેઠી રહ્યો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટને લઈને દેવલિયાથી રાજપીપળા સુધી ફોર લેન રસ્તો મંજુર થયો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ: GMDC સ્થિત ધન્વંતરી હોસ્પિટલ બહાર લાગી લોકોની લાંબી લાઈન

20-25 ગામના ખેડૂતોને વળતર ચુકવાયું નથી

સ્ટેટ હાઇવે દ્વારા દેવલિયાથી રાજપીપળા સુધી રોડ બનાવવા જમીન સંપાદિત પણ થઈ ગઈ, એવામાં દેવલિયાથી રાજપીપળા સુધીનો રોડ નેશનલ હાઈવે જાહેર થયો દરમિયાન સમય જતાં રોડની કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ તેમ છતાં સ્ટેટ હાઇવે દ્વારા કરાયેલ જુના સંપાદનનું સરકારે 20-25 ગામના ખેડૂતોને વળતર ચુકવ્યું જ નહિ.

આ તમામની વચ્ચે ઉગ્ર બનેલા ખેડૂતો (Harassing farmers in SOU)એ ભાણન્દ્રા ગામ નજીક બની રહેલા ઓવર બ્રિજનું કામ પણ અટકાવ્યું જે કામ હાલમાં પણ બંધ હાલતમાં છે.ભાણન્દ્રા વિસ્તરના ખેડૂતો તો એવો આક્ષેપ કરી રહ્યા છે કે સરકારે અમારી પાસેથી જોર જબરજસ્તી જમીન છીનવી લઈ ઓવર બ્રિજનું કામ શરૂ કર્યું છે જ્યાં સુધી અમને વળતર નહિ મળે ત્યાં સુધી અમે બ્રિજનું કામ ચાલુ થવા નહિ દઈએ.

વાવડી ગામના ખેડૂત દેવાંગ પટેલે જણાવ્યું હતું કે જ્યારે રોડ મંજુર થયો ત્યારે એજન્સીએ વાવડી-વડીયા ગામની જમીનના ઉભા પાકની નુકશાનીનો સર્વે પણ કર્યો હતો, અમારી જમીનોનું નવું સંપાદન પણ થઈ ગયું છે.અમે ઉભા તૈયાર પાક કાપી જમીન આપી છે, રોડ પણ તૈયાર થઈ ગયો તે છતાં વળતર માટે અમારે કચેરીઓના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.મારી જેવા તો 20 ખેડૂતો છે જેમની કરોડો રૂપિયાની જમીન સરકારે લઈ લીધી પણ વળતર નથી મળ્યું. Harassing farmers in SOU

આ પણ વાંચોઃ 900 બેડની ધનવંત્રી હોસ્પિટલમાં 350નો સ્ટાફ અપુરતો, આ પણ હંગામી ધોરણે છે

કાર્યપાલક ઈજનેર હિતેશ સોલિયાનો જવાબ

નેશનલ હાઈવે ભરૂચ ડિવિઝનના કાર્યપાલક ઈજનેર હિતેશ સોલિયાએ જણાવ્યું હતું કે

“વાવડી-વડીયા ગામનું એવોર્ડનું કામ થઈ ગયા પછી એમને વળતર મળશે, જ્યારે એ સિવાયના ગામોનું એવોર્ડનું કામ થઈ ગયું છે ટૂંક સમયમાં જ એમને વળતર મળી જશે.જ્યારે નંદોદ પ્રાંત અધિકારી કે.ડી.ભગતે જણાવ્યું હતું કે મને એ બાબતે કોઈ જ આઈડિયા નથી હમણાં અમે કોવિડની કામગીરી કરીએ છીએ.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat