નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 72 વર્ષના થઇ ગયા છે અને આજે તેમનો જન્મ દિવસ છે. એવામાં આજે અમે તમને પીએમ નરેન્દ્ર મોદી કેટલી સંપત્તિના માલિક છે અને તેમની પાસે શું છે તેના વિશે જણાવી રહ્યા છીએ. થોડા સમય પહેલા વડાપ્રધાન કાર્યાલયે આ વાતની જાણકારી આપી હતી. PMO અનુસાર, પીએમ મોદીની પાસે આ સમયે કુલ 2.23 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તેમાં એક વર્ષમાં 26 લાખ રૂપિયાનો વધારો થયો છે. મળેલી જાણકારી અનુસાર, પીએમની સંપત્તિની મોટાભાગની રકમ બેન્ક ખાતામાં જમા છે અને તેમની પાસે કોઇ રીતની અચલ સંપત્તિ નથી, તેમની પાસે પહેલા ગાંધીનગરમાં પોતાના ભાગની એક જમીન હતી જેને તેમણે દાન કરી દીધી હતી.
Advertisement
Advertisement
PM મોદીના જન્મ દિવસે શુભેચ્છાઓનો વરસાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઇને શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. દેશ-વિદેશમાંથી તેમણે જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, રાજનાથ સિંહ સહિતના નેતાઓએ તેમણે અભિનંદન પાઠવ્યા છે.
PM મોદી પાસે કેટલુ કેશ છે
પીએમ નરેન્દ્ર મોદી પાસે 31 માર્ચ 2022ના આધાર પર કુલ કેસ 35,250 રૂપિયા છે. આ સિવાય તેમની પોસ્ટ ઓફિસમાં 9,05,105 રૂપિયાના NSC છે અને 1,89,305ની જીવન વીમાની પૉલિસી છે.
કેટલી સંપત્તિ વધી
PMOની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, 31 માર્ચ, 2022ના આધાર પર પીએમ મોદીની કુલ સંપત્તિ 2,23,82,504 છે, તેમની સંપત્તિમાં ગત વર્ષના હિસાબથી 26.13 લાખ રૂપિયાનો વધારો થયો છે. વર્ષ 2002માં તેમણે એક આવાસીય જમીન ખરીદી હતી પરંતુ હવે તેની પર કોઇ હક નથી, કારણ કે તે તેમણે દાન કરી ચુક્યા છે.
પીએમ પાસે સોનાની 4 વિંટી
પીટીઆઇ અનુસાર, પીએમ મોદી પાસે સોનાની 4 વિંટી છે, જેની કિંમત 1.73 લાખ રૂપિયા છે, આ સિવાય તેમણે કોઇ બૉન્ડ, શેર અથવા મ્યૂચલ ફંડમાં ઇનવેસ્ટ કર્યુ નથી, આ તેમની 31 માર્ચ 2022માં જાહેર સંપત્તિ છે, તેની જાણકારી PMO વેબસાઇટ પર પણ છે.
1950માં થયો હતો પીએમ મોદીનો જન્મ
પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950માં થયો હતો, તે દેશના પ્રથમ એવા વડાપ્રધાન છે જેમણે આઝાદ ભારતમાં જન્મ લીધો હતો. એક સામાન્ય પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીના સત્તા પર પહોચવાના આ વાતનો સંકેત છે કે જો વ્યક્તિમાં દ્રઢ ઇચ્છા શક્તિ અને પોતાની મંજિલ સુધી પહોચવાનો જુસ્સો હોય તો તે મુશ્કેલથી મુશ્કેલ હાલતને પણ આસાન બનાવીને પોતાનો નવો રસ્તો બનાવી શકે છે.
Advertisement