Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > મજૂરોના દુ:ખ જોઈને કોરોના હાંસિયા પર ધકેલાયો, સરકારના નિર્ણય આફત લાવશે કે શું?

મજૂરોના દુ:ખ જોઈને કોરોના હાંસિયા પર ધકેલાયો, સરકારના નિર્ણય આફત લાવશે કે શું?

0
2127

કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યામાં વધારાના સમાચાર અલગ-અલગ રાજ્યોથી આવી રહ્યાં છે. પરિસ્થિતિ એવી છે કે, દેશભરમાં કોરોના વાયરસના કન્ફર્મ કેસની સંખ્યા 1 લાખ પાર થઈ ગઈ છે. અત્યાર સુધી 3163 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ તો વાત થઈ ગઈ આંકડઓની. હવે થોડી નજર અલગ-અલગ રાજ્યોથી આવી રહેલ પ્રવાસી મજૂરોની તસવીર પર કરી લો. આજે એટલે 19 મેના દિવસે મુંબઈ બાન્દ્રા રેલવે સ્ટેશનના બિહાર માટે “શ્રમિક સ્પેશ્યલ ટ્રેન”ચલાવવાની હતી. આ ટ્રેનોમાં જવા માટે 1000 લોકો રજિસ્ટર્ડ હતા પરંતુ હજારોની સંખ્યામાં લોકો જમા થઈ ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘરે જવાની આતુરતામાં સોશિયલ ડિસ્ટેન્સિંગના તમામ માપદંડોનું પાલન થઈ રહ્યું નથી.

બીજું ઉદાહરણ છે કર્ણાટકમાં મેંગલોરનો, જ્યાં 400થી વધારે પ્રવાસી મજૂરો મિલગ્રેસ કોલજ સામે પોતાના રાજ્યોમાં પરત જવા માટે સાધનની માંગ કરતાં પ્રદર્શન કરતા જોવા મળ્યા. શું આ પ્રદર્શનોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગને ફોલો કરવામાં આવ્યા? જવાબ નહીં.

ત્રીજું ઉદાહરણ છે, આપણા અમદાવાદના આઈઆઈએમમાં ઝારખંડના 250થી 300 મજૂરો ઘુસી ગયા અને તોડ-ફોડ કરી, તે ઉપરાંત અંધજન ચાર રસ્તા સુધી પોલીસની ગાડી ઉપર પથ્થરમારો કરતાં નજરે આવ્યા. પોલીસને પણ ઉભી પૂછડીએ ભાગવું પડ્યું. મજૂરો કેમ પથ્થરમારો કરવા માટે મજબૂર બન્યા? જવાબ છે- રોટી અને ઘર.

કોરોના વાયરસની ના તો કોઈ દવા છે ના કોઈ રસી શોધવામાં આવી હોય તેવામાં તેને રોકવા માટે એકમાત્ર રસ્તો સોશિયલ ડિસ્ટેન્સિંગનો છે. જેનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં સંક્રમણને ફેલવાને રોકી શકાય છે, તો બીજી તરફ મજૂર છે જે રોજી-રોટી ગુમાવ્યા પછી ઘરે જવા માટે બેચેન છે અને સરકાર બધી જ રીતે યોગ્ય વ્યવસ્થા કરી શકી નથી. જેથી દેશભરના અલગ-અલગ વિસ્તારોમાં ટોળાશાહી જોવા મળી રહી છે.

બિહાર પહોંચેલા 8 ટકા પ્રવાસી મજૂરો કોરોના પોઝિટિવ

હવે આ પ્રવાસી મજૂરો જ્યારે પોતાના રાજ્યોમાં પહોંચી રહ્યાં છે તો ત્યાંથી કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યામાં વધારાના સમાચાર સામે આવી રહ્યાં છે. બિહારમાં પ્રવાસી મજૂરો આવ્યા પછી કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યામાં ઝડપી વૃદ્ધિ નોંધવામાં આવી છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે, મજૂરોને તેમના ગૃહ રાજ્યમાં મોકલવાથી પહેલા જ તેમની તપાસ થઈ ગઈ હોતી અને તેમની સારવાર થઈ ગઈ હોત તો કદાચ કોરોના સંક્રમણની સ્પીડને રોકી શકાઈ હોત.

સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓ અનુસાર પાછલા ચાર દિવસોમાં બિહારમાં 400થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા. વિભાગના પ્રધાન સચિવ સંજય કુમાર દ્વારા રજૂ કરેલા આંકડાઓ પર ધ્યાન આપીએ તો અન્ય રાજ્યોથી વિશેષ ટ્રેનોથી આવેલા પ્રવાસી મજૂરોમાંથી 8337 નમૂનાઓની તપાસ કરવામાં આવી, જેમાં 651 પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આનો અર્થ તે થયો કે, 8 ટકા લોકો સંક્રમિત થઈ ગયા. આવી જ સ્થિતિ પશ્ચિમ બંગાળથી આવનારા મજૂરોની પણ છે.

યુપીના મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદનું કહેવું છે કે, જે પ્રવાસી પ્રદેશમાં આવી રહ્યાં છે, તેમનામાં મોટા પ્રમાણમાં સંક્રમણ જોવા મળી રહ્યું છે, તેથી ગ્રામ પંચાયત અને મોહલ્લા મોનિટરિંગ સમિતિ ઉપર ખુબ જ મોટી જવાબદારી છે કે, તેમનું હોમ ક્વોરન્ટાઈન સુનિશ્ચિત કરવામાં આવે.

જે રાજ્યોમાં વધારે પ્રમાણમાં પ્રવાસી કામદારો આવી રહ્યાં છે, તેમની ચિંતાઓ વધી રહી છે. હવે તે જાણવું જરૂરી છે કે, આ પ્રવાસી મજૂરોમાં સંક્રમણ કેવી રીતે ફેલાઈ રહ્યો છે. આના અનેક કારણ હોઈ શકે છે. પોતાના રાજ્યોમાં જવાની યોગ્ય વ્યવસ્થા ના હોવાના કારણે તેમને ક્યારેક ટ્રકોમાં તો ક્યારેક બીજી ગાડીઓમાં મોટી સંખ્યામાં છૂપાઈને જવું પડી રહ્યું છે. તેવામાં સ્વભાવિક છે કે, જો એક પણ વ્યક્તિ તેમાંથી ઈન્ફેક્ટેડ હશે તો તે બધા જ લોકો સંક્રમિત થવાનો ખતરો રહે છે.

સ્પષ્ટ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મજૂરોને યોગ્ય અને સુરક્ષિત ટ્રાન્સફરની વ્યવસ્થા કરી શકી નહીં અને આ કોરોના સંકટને વિસ્ફોટક બનાવી શકે છે. સરકાર દલીલ કરી રહી છે કે, મોટી સંખ્યામાં મજૂરોને કેવી રીતે એકસાથે મોકલી શકાય, તો તેમને લોકડાઉન પહેલા આ વિચારવાની જરૂરત હતી. જ્યારે દેશમાં આંગળીના પેઢે ગણી શકાય તેટલા કેસ હતા.

જ્યારે દેશમાં નજીવા કેસ હતા, ત્યારે જ મજૂરોને તેમના ગૃહ રાજ્યમાં મોકલીને કોઈ શાળા કે અન્ય સંસ્થામાં ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા હોત તો આજે મજૂરોના જીવ જઈ રહ્યાં છે, તે બચી ગયા હોત. જ્યારે દેશમાં એક લાખ કેસ થઈ ગયા છે, તેવા સમયે દેશના વિવિધ જગ્યાઓ મજૂરો પોતાના ઘરે જવા માટે મજબૂરી અને સરકારના નિર્ણયોના કારણે ટોળામાં જોવા મળી રહ્યાં છે, તો અનેક લોકો રસ્તા પર રઝળતા જોવા મળી રહ્યાં છે. ભારતમાં કોરોના કરતાં મજૂર આપત્તિ વધારે મોટી થઈ ગઈ છે.

લૉકડાઉનમાં છૂટછાટનાં પ્રથમ દિવસે જ સુરતમાં 30 પોઝિટિવ કેસ નોંધાતા આંક 1156એ પહોંચ્યો