Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > વાળપ્રેમી અમેરિકી પ્રમુખ ટ્રમ્પે વાળ સાચવવા પાણી બચાવના નિયમો જ બદલી નાંખ્યા

વાળપ્રેમી અમેરિકી પ્રમુખ ટ્રમ્પે વાળ સાચવવા પાણી બચાવના નિયમો જ બદલી નાંખ્યા

0
102
  • શૉવર ફિક્સ્ચર નિયમોને કારણે અમેરિકામાં પાણી વાપરવાની મર્યાદા હતી
  • શૉવર બાથ માટે મિનિટ દીઠ  2.5 ગેલન પાણી વાપરવાની મર્યાદા નક્કી હતી
  • સમગ્ર વિશ્વ કોરોનાથી પરેશાન છે, ત્યારે US પ્રમુખને પોતાના વાળની ચિંતા

વોશિંગ્ટનઃ હાલ સમગ્ર વિશ્વ કોરોનાની પરેશાન છે. ત્યારે સૌથી વધુ કોરોનાગ્રસ્ત અમેરિકાના પ્રમુખ ટ્ર્મ્પને પોતાના વાળની ચિંતા છે. તેથી તેમણે પોતાના વાળ સાચવવા છેલ્લા ત્રણ દાયકાથી અમલી પાણી બચાવવાના નિયમો જ બદલી નાંખ્યા. તેમનું કહ્યું કે હાલના શૉવર નિયમોને કારણે તેમને વાળ ધોવામાં મુશ્કેલી પડી રહી છે.

ટ્રમ્પના વાળ અસલી છે કે નકલી?

નોંધનીય છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વાળ અંગે ઘણી વખત સવાલ ઉઠતા રહ્યા છે કે તે અસલી છે કે નકલી? પણ એ વાત નક્કી છે કે તેમને પોતાના વાળથી બહુ પ્રેમ છે. તેમના આ પ્રેમને કારણે જ સરકાર પાણીનો બગાડ રોકવા માટે લાગુ કરાયેલા શૉવર વૉટર પ્રેશર નિયમો બદલવાની તૈયારીમાં છે.

આ પણ વાંચોઃ કોરોનાથી બચાવશે અનોખું ફેસ શીલ્ડ, સ્માર્ટફોન સાથે થશે કનેક્ટ

તમારી ખબર નહીં પણ હું મારા વાળ પરફેક્ટ રાખવા માંગુ છુંઃ ટ્રમ્પ

અમેરિકાએ પાણીનો બગાડ અટકાવવા માટે શૉવર વૉટર પ્રેશરમાં ઘટાડો કરવા નિયમો બનાવ્યા છે. પરંતુ તેનાથી ટ્રમ્પને વાળ ધોવામાં મુશ્કેલી પડી છે. પરિણામે તેમણે કહ્યું કે,

” તમારી તો ખબર નહીં પણ હું ઇચ્છું છું કે મારા વાળ પરફેક્ટ હોય.”

તેમણે આ અંગે ઘણી વખત ફરિયાદ કરી હતી કે

“બાથરુમ ફિક્સ્ચર (Bathroom Fixtures) તેમની પસંદ મુજબ કામ કરતા નથી. તેમાંથી જરુરી પ્રમાણમાં ફોર્સથી પાણી આવતું નથી.જેના કારણે મને પરેશાની થાય છે અને મારા વાળ ખરાબ થઇ રહ્યા છે.”

આ પણ વાંચોઃ બુક જેવો Surface Duo ફોન 10 સપ્ટેમ્બરે થશે લોન્ચ, 1 લાખથી વધુ કિંમત

નિયમનકારોની એકથી વધુ શૉવર હેડ જોડવાની મંજૂરી

પ્રમુખ ટ્રમ્પની ફરિયાદ બાદ અમેરિકી તંત્ર હરકતમાં આવી ગયું અને નવા વૉટર નિયમોનો પ્રસ્તાવ તૈયાર કરી લીધો. તે મુજબ નિયમકારોએ શૉવર ફિક્સ્ચરમાં એકથી વધુ શૉવર હેડ લગાવવાની મંજૂરી આપી દીધી. તેની સામે ગ્રાહક જૂથોનો વિરોધ પણ થવા લાગ્યો છે. તેમનું કહેવું છે કે જૂના નિયમો પૈસા, પાણી અને ઇંધણ બચાવે છે.

આ નિયમોમાં ફેરફાર અંગે ટ્રમ્પે કહ્યું કે,

” અમે કન્ઝ્યુમર ચોઇસ અને હોમ એપ્લાયન્સ પરત લાવી રહ્યા છે. જેથી તમે વૉશર અને ડ્રાયર, શૉવર હેડ તેમજ નળ ખરીદી શકો.”

તેમણે વધુમાં જણાવ્યું કે

“અત્યારની સ્થિતિમાં જ્યારે તમે શૉવર લો છો તો પુરતા પ્રમાણમાં ફોર્સથી પાણી આવતુ નથી, તમે હાથ ધોવા માંગો છો પરંતુ પાણી બહાર આવતું જ નથી. આવી સ્થિતિમાં તમે શું કરો છો? તમે બસ ત્યાં લાંબા સમય સુધી ઊભા રહો છો અથવા વધુ સમય સુધી સ્નાન કરો છો. તમારી તો ખબર નથી પરંતુ હું આમ જ કરું છું. કારણ કે મને મારા વાળ પરફેક્ટ જ જોઇએ.”

આ પણ વાંચોઃ 10 હજાર કે તેથી ઓછી કિંમતમાં 5020mAh સુધીની બેટરી સાથે ટોપ બ્રાન્ડ સ્માર્ટફોન

અમેરિકામાં 1992થી પાણી શૉવર ફિક્સ્ચર નિયમ

નોંધનીય છે કે અમેરિકામાં 1992માં એક નિયમ બન્યો હતો, જેમાં શૉવર ફિક્સ્ચર (શૉવરથી ન્હાવાની સિસ્ટમ) માટે મિનિટ દીઠ  2.5 ગેલન પાણી વાપરવાની મર્યાદા નક્કી કરાઇ હતી. તેનો હેતુ પાણીનો બગાડ રોકવાનો હતો. ત્યારે કહેવાયું હતું કે ફોર્સથી પાણી આવતા તેનો વધુ બગાડ થાય છે. તેથી નવા નિયય લાવવામાં આવ્યા છે.

ટ્રમ્પે સત્તાનો ઉપયોગ કરી નિયમ બદલી નાંખ્યો

આશરે ત્રણ દાયકા પહેલાંના આ નિયમ સાથે કદાચ ટ્રમ્પને ત્યારે પણ વાંધો હશે. પરંતુ તેઓ તેમાં ફેરફારની સ્થિતિમાં નહતા. પણ હવે તેઓ પ્રમુખ છે, તેથી તેમણે આના નિયમો બદલી નાંખ્યા.