Gujarat Exclusive > દેશ-વિદેશ > મુંબઇ હુમલાનામાસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને10 વર્ષની જેલ, સંપત્તિ જપ્ત

મુંબઇ હુમલાનામાસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને10 વર્ષની જેલ, સંપત્તિ જપ્ત

0
87
  • જમાત ઉદ દાવાના વડા સહિત ચારને ટેરર ફન્ડિંગના બે કેસમાં સજા
  • હાફિઝ સામે ટેરર ફન્ડિંગ, મની લોન્ડરિંગ સહિત 29 કેસ ચાલી રહ્યા છે

નવી દિલ્હી/લાહોરઃ મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ-દાવા( જુનુ લશ્કરે તૈયબા)ના વડા હાફિઝ સઇદને 10 વર્ષની જેલ (Hafiz Saeed Jail)ની સજા ફટકારાઇ છે. સાથે કોર્ટે હફિઝની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ પણ કર્યો છે.

પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે હાફિઝ સઇદની સાથે ઝફર ઇકબાલ, યાહયા મુઝાહિદને પણ 10-10 વર્ષની જેલ કરી છે. જ્યારે હફિઝના અન્ય સાથી અબ્દુલ રહેમાન મક્કીને સાડા 10 વર્ષની સજા કરી છે. આ આતંકીઓને ટેરર ફન્ડિંગ સહિત બે કેસોમાં સજા સંભળાવાઇ છે.

આ પણ વાંચોઃ Birthday Special: જ્યારે ઇન્દિરા ગાંધીના એક નિર્ણયથી બદલાઇ ગઇ દેશની બેન્કિંગ વ્યવસ્થા

હાફિઝ એક અન્ય કેસમાં લાહોર જેલમાં બંધ Hafiz Saeed Jail news

હાફિઝ સઇદ (Hafiz Saeed Jail) અત્યારે પણ આતંકીઓને ફંડિંગના એક કેસમાં લાહોરની જેલમાં 15 વર્ષની સજા ભોગવી રહ્યો છે. તેની ગત જુલાઇમાં ધરપકડ કરાઇ હતી. સઇદને આ વર્ષે અલગ અલગ કેસોમાં ચોથી વખત સજા સંભળાવાઇ છે.

અહેવાલો મુજબ હાફિઝ સઇદ (Hafiz Saeed Jail) સામે આતંકીઓને નાણા ફન્ડિંગ, મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર જમીનો પચાવવા સહિત 29 કેસ ચાલી રહ્યા છે.

નોંધનીય છે કે પાકિસ્તાની મીડિયા પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હાફિઝને મુંબઇ હુમલાના કેસમાં નહીં પણ ગેરકાયદે ફન્ડિંગના કેસમાં સજા સંભળાવાઇ છે.

આ પણ વાંચોઃ OMG! અહીં પોતાના ‘શૌહર’ માટે ચોથી ‘બીવી’ શોધી રહી છે 3 પત્નીઓ

ભારત દ્વારા વારંવાર પુરાવા આપવા છતાં પાકિસ્તાન દરેક વખતે હાફિઝ સઇદ (Hafiz Saeed Jail) સામે કાર્યવાહીથી બચતું રહ્યું હતું. પરંતુ ઇન્ટરનેશન સંસ્થા ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવાના પ્રયાસમાં પાક. આતંકીઓ સામે પગલાં લેવા મજબૂર થયું છે.

તાજેતરમાં જ હાફિઝ સઇદના સંબંધી સહિત જમાત ઉદ દાવાના અન્ય બે નેતાઓને પણ પાક.ની આતંકવાદ વિરોધી કોર્ટે1થી 32 વર્ષની સજા કરી હતી. તે કેસમાં આતંકી સંગઠનના પ્રવક્તા યાહ્યા મુજાહિદને 32 વર્ષની સજા સંભળાવી હતી.

જ્યારે પ્રોફેસર ઝફર ઇકબાલને 16 અને પ્રોફેસર હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીને એક વર્ષની જેલ કરી હતી. આ ત્રણેયના આજે પણ અન્ય કેસમાં સજા થઇ છે. અબ્દુલ રહેમાન મક્કી હાફિઝ સઇદનો સંબંધી છે.

ભારતમાં મોસ્ટ વોન્ટેડ હાફિઝ સઇદ

આતંકવાદીઓએ ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં 26 નવેમ્બર 2008માં હુમલો કર્યો હતો. જેમાં 166થી વધુ લોકોનાં મોત થયા હતા અને 300થી વધુ લોકોને ઇજા પહોંચી હતા.

આ પણ વાંચોઃ વિદેશમંત્રી જયશંકરને ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાવા મામલે સુપ્રીમ કોર્ટની નોટિસ

કસાબ સહિત 10 આતંકીઓએ રેલવે સ્ટેશન, તાજ હોટેલ ટ્રાઇડેન્ટ હોટેલ સહિત અનેક સ્થળોને નિશાન બનાવ્યા હતા. સમુદ્ર માર્ગે આવી આતંકીઓએ કરેલા હુમલામાં ઘણા વિદેશી નાગરિકો પણ માર્યા ગયા હતા.

તપાસમાં આ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ (Hafiz Saeed Jail) હોવાનું બહાર આવ્યું હતું. જેના પુરાવા ભારતે અનેક વખત પાકિસ્તાનને આપ્યા છે. છતાં હજુ સુધી તેના પર કાર્યવાહી કરાઇ નથી. આ હુમલા પછી અમેરિકાઓ હાફિઝને બ્લેકલિસ્ટ કરી દીધો છે.

આતંકીઓ સામે પગલાં લેવા પાક. કેમ મજબૂર

આર્થિક રીતે કંગાળ થઇ રહેલ પાકિસ્તાન કેઇ પણ ભોગે ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ના ગ્રે લિસ્ટમાંથી નીકળવા માગે છે. પરંતુ તેના માટે પાકિસ્તાના આતંકીઓ સામે કડક પગાલાં લેવા પડશે.

જો પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી બહાર નહીં આવે તો તેનું અર્થતંત્ર ચોક્કસ ખાડે જતુ રહેશે. તેથી તેને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF), વિશ્વ બેન્ક કે યુરોપીયન સંઘથી આર્થિક મદદ મળશે નહીં.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરના મોતના વિરોધમાં અપાયેલા બંધમાં પોલીસનો લાઠીચાર્જ

હાફિઝ સઇદના માથે 10 મિલિયન ડોલરનું ઇનામ

હાફિઝ સઇદને સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને અમેરિકા દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરાયે છે. તેના માથે 10 મિલિયન ડોલરનું ઇનામ છે. હાફિઝને ગત વર્ષે જુલાઇમાં આંતરરાષ્ટ્રીય દબાવમાં આતંકીઓને નાણા ફન્ડિંગના મામલે પાકિસ્તાને ધરપકડ કરી હતી. પાકિસ્તાન પોતાની છબી સુધારવા આવું કરી રહ્યું છે.