Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા: 108 એમ્બ્યુલન્સ સ્ટાફે વિકટ સ્થિતિ વચ્ચે મહિલાની પ્રસૂતા ઘરમાં જ કરાવી

નર્મદા: 108 એમ્બ્યુલન્સ સ્ટાફે વિકટ સ્થિતિ વચ્ચે મહિલાની પ્રસૂતા ઘરમાં જ કરાવી

0
202

GVK EMRI 108 એમ્બ્યુલસના સ્ટાફ દ્વારા ઘરે જ સફળ પ્રસુતિ કરાઈ અને માતા અને બાળકને જીવનદાન મળ્યું

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: કોરોના કહેર વચ્ચે GVK EMRI 108 ઈમરજન્સી સેવાના કર્મીઓ પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વિના તેઓ હાલ કોરોના દર્દીઓને કોવિડ હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી પણ કરી રહ્યા છે. ગમખ્વાર અકસ્માતમાં ઘાયલ જીવન મરણ વચ્ચે જોલા ખાતા વ્યક્તિને સમયપર હોસ્પિટલ પર પહોંચાડી GVK EMRI 108 ઈમરજન્સી સેવાના કર્મીઓ દ્વારા દર્દીને જીવનદાન મળ્યું હોવાના પણ ઘણા કિસ્સાઓ પ્રકાશ આવ્યા જ છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની એક મહિલાની GVK EMRI 108 એમ્બ્યુલસના સ્ટાફ દ્વારા વિકટ સ્થિતિમાં ઘરે જ સફળ પ્રસુતિ કરાતા માતા અને બાળકને જીવનદાન મળ્યું છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રેલવા (ભરાડા) ગામના મેઘાબેન.એસ.વલ્વિને 20/09/20ના રોજ અસહ્ય પ્રસુતિની પીડા ઉપડી હતી, નજીકના કોઈ વ્યક્તિએ 108 એમ્બ્યુલન્સ પર કોલ કર્યો અને કોલ સેન્ટરથી ચીકદા 108 એમ્બ્યુલન્સ પર કોલ ડાઇવર્ટ થતા જ પાયલોટ મંજેશભાઈ વસાવા તુરંત એમ્બ્યુલન્સ રેલવા ગામ જવા રવાના થઇ. EMT મહેશભાઈ ગરાસિયાએ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે એ પેહલા જ દર્દીની શું શું કાળજી રાખવી તેની સૂચનાઓ આપી. 108 એમ્બ્યુલન્સ રેલવા ગામમાં પહોંચી અને EMT મહેશભાઈ ગરાસિયા તરત જ મેઘાબેનને પ્રસુતિ પીડા વધુ હોવાથી તપાસ કરી તો તેમને માલુમ પડ્યું કે એ મહિલાની આ ત્રીજી પ્રસુતિ છે અને દર્દીને 108 એમ્બ્યુલન્સ સુધી પણ લઈ જવાય એવી સ્થિતિ ન હતી.

આ પણ વાંચો: પતિનું કારસ્તાન: બીજા લગ્ન માટે પત્નીને મુક્કા માર્યા અને પુત્રને બચકા ભર્યા

તેથી તેમને ઘરે જ પ્રસુતિ કરવાનું નક્કી કર્યું. પ્રસુતિ માટે 108 એમ્બુઅલન્સમાં વપરાતી ડિલિવરી કીટનો ઉપયોગ કરી પ્રસુતિ માટે પૂરતી તૈયારી કરી લીધી અને થોડીક જ ક્ષણોમાં મેઘાબેને ખુબ સુંદર અને સ્વસ્થ બાળકીનો જન્મ થયો. પ્રસુતિ બાદ નવજાત બાળકીની સંભાળ કરવામાં આવી તેમજ બાળકીના શરીરનું તાપમાન જળવાઈ રહે એ માટે બાળકીને કાંગારુ મધર કેર આપી હતી. માતા અને બાળકીની પુરી સાર સંભાર કર્યા બાદ EMT મહેશભાઈ ગરાસિયાએ 108 સેંટરમાં બેઠેલા ફિજિશિયન ડૉક્ટર વિષ્ણુ પટેલની સૂચના મુજબ ઈન્જેકશન તેમજ બોટલ ચઢાવી માતા અને બાળકીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે દાખલ કર્યા હતા.