Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > GUVNLના અધિકારી-કર્મચારીઓને તેમના ભથ્થાઓ ચુકવવા લીલીઝંડી અપાઇ

GUVNLના અધિકારી-કર્મચારીઓને તેમના ભથ્થાઓ ચુકવવા લીલીઝંડી અપાઇ

0
83
  • આ ભથ્થાંઓની રકમ 10 હપ્તામાં ચુકવવામાં આવશે- ઉર્જામંત્રી સૌરભ પટેલ GUVNL 

  • 31 જાન્યુઆરી 2016થી 31 ડિસેમ્બર 20 સુધીના ભથ્થાંઓનો તફાવત ચુકવાશે

ગાંધીનગર: વણ ઉકેલાયેલા પ્રશ્નોને લઇને છેલ્લાં કેટલાંક દિવસથી રાજયના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. તેમને ફરજ પર હાજર થઇ જવા આરોગ્ય કમિશનર તરફથી આદેશ અપાયો હતો. છતાં આંદોલન ચાલુ રાખતાં ગઇકાલે ગુરુવારે રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ હડતાલ પર જવાની નોટીસ આપનારા GUVNLના કર્મચારીઓ હડતાલ પર ઉતરે તે પહેલાં જ તેમની અને સરકાર વચ્ચે સમાધાન થઇ ગયું હતું.

જેના ભાગરૂપે શુક્રવારે રાજયના ઉર્જામંત્રી સૌરભ પટેલે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેને સંલગ્ન કંપનીઓના કર્મચારી-અધિકારીઓને તા. 1/1/2016થી તા.31/12/20200 સુધીના સમયગાળામાં મળવાપાત્ર ભથ્થાઓના તફાવત (એરિયર્સમાં)ની રકમની ચૂકવણી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ દ્વારા 10 સરખા હપ્તામાં ચૂકવવાની મંજૂરી આપવામાં આવી હોવાની જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડની તા.27/11/2019ની દરખાસ્તમાં દર્શાવેલ ભથ્થાઓ તા.1/1/2016થી ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના ઉર્જાવિભાગ હસ્તકની GUVNL કંપનીના અધિકારી કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે હડતાળ પર જવા અંગે નોટીસ અપાઇ હતી. આ સંદર્ભે તેમના પ્રશ્નોનો સુખદ ઉકેલ આવતા હડતાળ પર જવાની નોટીસ પરત ખેંચી હતી. ઉર્જા વિભાગ હસ્તકની જીયુવીએનએલ કંપનીના અધિકારીઓ તથા રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના પ્રમુખ ગોરધન ઝડફીયા, ભરત પંડયા, ભરત ડાંગર અને ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આંદોલનની નોટીસ સંદર્ભે બેઠક થઇ હતી.

આ પણ વાંચો: મંદિરના શરણમાં AIMIMના નવ નિયુક્ત ગુજરાત અધ્યક્ષ સાબિર કાબલીવાલા

આ બેઠકમાં ચર્ચા વિચારણા બાદ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડ (GUVNL) કંપનીના કર્મીઓએ હડતાળ પર જવાની નોટીસ પરત ખેંચી હતી. સાથોસાથ GUVNL કંપનીના પ્રતિનિધિએ તા.1/1/2021ના પરિપત્ર સંદર્ભે રાજ્ય સરકારનો આભાર માનીને જણાવ્યુ હતું કે, અમારી માંગણી અનુસાર રાજ્ય સરકારે તા.1/1/16થી જુના સેટલમેન્ટ તથા અન્ય ભથ્થાઓના એરિયર્સ સહિતની માંગણીઓ ચુકવવા માટે મંજૂરી આપી છે. જે ચુકવણા વીજ કંપનીઓ દ્વારા 10 હપ્તામાં ચૂકવી અપાશે. આ માટે સૌએ સરકારનો હૃદયપૂર્વક આભાર માનીને આંદોલનની નોટીસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9