Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજકેટની પરીક્ષા આવતીકાલ શુક્રવારે લેવાશે

ગુજકેટની પરીક્ષા આવતીકાલ શુક્રવારે લેવાશે

0
39
  • ગુજકેટ માટે રાજ્યના 1.17 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા

  • ગુજકેટ માટે એક વર્ગ ખંડમાં મહત્તમ 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે શુક્રવારના રોજ ગુજકેટ લેવામાં આવશે. ગુજકેટ માટે રાજ્યના 1.17 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજ્યમાં પરીક્ષાને લઈને 34 ઝોનની 574 બિલ્ડીંગના 5932 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. ગુજકેટ માટે એક વર્ગ ખંડમાં મહત્તમ 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે.

ગુજકેટમાં પ્રથમ સેશનમાં કેમેસ્ટ્રી અને ફિઝીક્સનું પેપર સાથે લેવાશે. ત્યારબાદ મેથ્સ અને બાયોલોજીનું પેપર અલગ અલગ લેવામાં આવશે. પરીક્ષાના પેપર ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં રહેશે. ગુજકેટ માટેનો અભ્યાસક્રમ ધોરણ-12ના બોર્ડ દ્વારા 30 ટકા અભ્યાસક્રમ બાદ કર્યા પછીના 70 ટકા અભ્યાસક્રમમાંથી રહેશે.

રાજ્યમાં આવેલી ઈજનેરી અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે ગુજકેટ લેવામાં આવનાર છે. શુક્રવારના રોજ લેવાનારી ગુજકેટ માટે બોર્ડ દ્વારા રાજ્યમાં 34 ઝોન નક્કી કરવામાં આવ્યા છે. આ 34 ઝોનમાં 574 બિલ્ડીંગોમાં ગુજકેટ લેવાનું આયોજન કરાયું છે. ગુજકેટમાં ગેરરિતી ડામવા માટે દરેક કેન્દ્રો પર ખાસ તકેદારીના પગલા રૂપે CCTVની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.

પરીક્ષા કેન્દ્રોની જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરીક્ષા શરૂ થવાના પાંચથી છ દિવસ પહેલા ચકાસણી કરવામાં આવી હતી. જેમાં પ્રવેશદ્વાર, બારી બારણા, લાઈટ-પંખા, શૌચાલયો, કમ્પાઉન્ડ વોલ, બેઠક વ્યવસ્થા વગેરેની ચકાસણી કરી જરૂર જણાય ત્યાં સુધારો કરવામાં આવ્યો હતો. આમ, પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા અગાઉથી જ સંપુર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી હતી અને હવે શુક્રવારે બોર્ડ દ્વારા ગુજકેટ લેવામાં આવશે.

ક્યા માધ્યમના કેટલા વિધાર્થીઓ ?

ગુજકેટ માટે સમગ્ર રાજ્યમાં 34 કેન્દ્રો પર 574 બિલ્ડીંગ નક્કી કરાયા છે. જેમાં 5932 બ્લોકમાં 117316 વિદ્યાર્થીઓ ગુજકેટ આપશે. ગુજકેટ માટે નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી સૌથી વધુ ગુજરાતી માધ્યમના 80670 વિદ્યાર્થીઓ, અંગ્રેજી માધ્યમના 35571 વિદ્યાર્થીઓ અને હિન્દી માધ્યમના 1075 વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓની સંખ્યા 70554 છે, જ્યારે છોકરીઓની સંખ્યા 46762 છે. પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરી લેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

કેટલા ગુણની પરીક્ષા લેવાશે ?

ગુજકેટમાં પ્રથમ સેશનમાં ફિઝીક્સ અને કેમેસ્ટ્રીની પરીક્ષા સાથે લેવાશે. પ્રથમ સેશનમાં 80 ગુણના બે પેપર સાથે હશે. ત્યાર બાદ બીજા અને ત્રીજા સેશનમાં મેથ્સ તેમજ બાયોલોજીના પેપર લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. એક વિષયમાં 40 ગુણના 40 પ્રશ્નો પુછવામાં આવશે. જેથી પ્રથમ સેશનમાં બે પેપરના 80 ગુણ હશે અને ત્યારબાદ બંને સેશનમાં 40-40 ગુણના પ્રશ્નો પુછાશે. ગુજકેટના પેપર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)