Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘તપસ્વી’ નું તેજ! 13 વર્ષીય ગુજરાતી તરુણ અમેરિકા ભારતીય સંસ્કૃતિનું કરે છે જતન-સંવર્ધન

‘તપસ્વી’ નું તેજ! 13 વર્ષીય ગુજરાતી તરુણ અમેરિકા ભારતીય સંસ્કૃતિનું કરે છે જતન-સંવર્ધન

0
222
  • અમેરિકાના કંટકી સ્ટેટની એસેમ્બલીમાં ક્લાઈમેટ ચેન્જ પર પ્રતિભાશાળી વક્તવ્ય Indian Culture In America

વૉશિંગ્ટન: અમેરિકામાં રહેતો 13 વર્ષનો તરુણ પોતાના પિતાને પીતાંબર પહેરીને જ પૂજા કરવાનો આગ્રહ રાખે તો આશ્ચર્ય થાય જ ને..!’ વાત કંઈ આમ છે…આમ તો તપસ્વી મૂળ તો, ગુજરાત-અમદાવાદના બ્રાહ્મણ પરિવારનું ફરજંદ છે. દાદા સ્વર્ગસ્થ જનકભાઈ જાની (સિવિલ હોસ્પિટલના પૂર્વ જનસંપર્ક અધિકારી)નો પૌત્ર તપસ્વી ખૂબ નાની ઉંમરે અમેરિકામાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યો છે. Indian Culture In America

અમેરિકાના કંટકી સ્ટેટની વિશ્વમાં બનતી આતંકવાદની ઘટનાઓની સાથે-સાથે વિશ્વ આખામાં ઘર વિહોણા લોકો માટે શું થઈ શકે? એવા ગંભીર વિષયને આવરી લઈ તપસ્વીએ એસેમ્બલીમાં એક પ્રતિભાશાળી વક્તવ્ય આપ્યું. નાની વયના પાકટ વિચારો સાંભળીને સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો, ત્યારે બેશક ઉપસ્થિત મેદનીમાં એક આશ્ચર્ય સર્જાયું. કોણ છે આ વક્તવ્ય આપનાર? Indian Culture In America

આ વક્તવ્ય આપનાર કોઈ મોટા ગજાનો સ્પીકર નહીં, પરંતુ માત્ર ૧૩ વર્ષનો તરુણ તપસ્વી હતો. પિતા પંકજ જાની અને માતા બીના જાનીના બે સંતાનો પૈકીનું એક સંતાન એટલે તપસ્વી. સમગ્ર કંટકી સ્ટેટમાં તપસ્વીના તેજની ચર્ચા ચારેકોર ફેલાઇ છે. બાળપણથી જ તપસ્વી ભણવામાં અગ્રેસર હતો, તે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર પણ બખૂબી કરે છે..

ચારેકોર પશ્ચિમી સંસ્કૃતિના અતિક્રમણ અને બૂમરાણ વચ્ચે પણ તપસ્વીએ ભારતીય પરંપરાને બરકરાર રાખી છે. પોતાના દાદાની શ્રાદ્ધની વિધિ હોય કે રોજેરોજ પિતા દ્વારા કરાતી પૂજા હોય, તપસ્વી હંમેશા વિધિપૂર્વક ના વિધાનનો આગ્રહ રાખે છે. Indian Culture In America

આ પણ વાંચો: કોંગ્રેસમાં કકળાટ: શાહનવાઝ શેખના સમર્થનમાં NSUI હોદ્દેદારો અને કાર્યકરોના રાજીનામાં Indian Culture In America

સંસ્કૃતના શ્લોક હોય કે ગણિતની ગડમથલ તપસ્વી નો દબદબો એટલો જ બુલંદ રહ્યો છે..થોડાક સમય પહેલા કંટકી સ્ટેટમાં પ્રાયમરી લેવલે ગણિતિક સ્પર્ધામાં સ્ટેટ લેવલે પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો.. તો જનરલ નોલેજમાં પણ તે સદાય અવ્વલ નંબરે રહ્યો છે. સ્થાનિક કક્ષાએ યોજાયેલી પાંચ રાજ્યોની Quiz સ્પર્ધામાં પણ તપસ્વી પ્રથમ રહ્યો છે.. તેણે અમેરિકામાં રહીને ગુજરાતી ભારતીય ક્ષમતાનો સમગ્ર રાજ્યને પરિચય કરાવ્યો છે.

માત્ર ભણવામાં જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્રે પણ તપસ્વીએ આગવી નામના મેળવી છે. તાજેતરમા ‘હયુમનિટી’ અને ‘યુનિટી’ જેવા વિષયોને આવરી લેતી સ્પીચના પગલે તપસ્વીની બોલબાલા વધી છે. માર્ટિન લ્યૂથર કિંગ જુનિયર વિશેની તપસ્વીની સ્પીચે શાળાના આચાર્યને એટલા પ્રભાવિત કર્યા કે શાળાના આચાર્યે તપસ્વીના વાલીને ઈ-મેઈલ લખીને તપસ્વીના સામર્થ્યને પીઠબળ પૂરું પાડ્યું છે. આટલું જ નહી, પરંતુ આ તેજસ્વી એવો તપસ્વી તેમની શાળાનો વિદ્યાર્થી હોવાનું ગૌરવ પણ લે છે.. Indian Culture In America

૧૩ વર્ષની નાની વયે તપસ્વી અત્યાર સુધીમાં વિવિધ સ્પર્ધાઓમાં ૧૦૦થી વધુ સર્ટીફિકેટ મેળવી ચૂક્યો છે. તપસ્વી કહે છે કે, ‘મારા દાદા લગભગ 20 વર્ષ પહેલા Fibrosis ની બીમારીથી મૃત્યુ પામ્યા હતા, ત્યારે મારે આ રોગ શેનાથી થાય છે; અને તેની સારવાર માટે મારે ડોક્ટર બનવું છે.’ Indian Culture In America

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat